...જેના કારણે લોકો યોગમાં બહુ ઓછો રસ લે છે
૧. યોગ માત્ર ફ્લેક્સિબલ લોકો માટે જ
યોગ માત્ર એ લોકો કરી શકે જે ફ્લેક્સિબલ હોય, જોકે આ એક ભ્રમ છે. યોગ દરેક વ્યક્તિ કરી શકે છે. એ બાબત સ્પષ્ટ છે કે દરેક વ્યક્તિનું શરીરી ફ્લેક્સિબલ નથી હોતું, પણ યોગ માટે આ કોઈ અનિવાર્ય જરૂરત નથી. યોગ એ વ્યક્તિ પણ કરી શકે છે કે જે ફ્લેક્સિબલ ન હોય.
૨. વજન ઓછું કરવામાં મદદરૂપ નથી
યોગને લઈને લોકોનું માનવું છે કે તેનાથી કોમળતા આવે છે, પણ વજન ઓછું કરવા માટે તે યોગ્ય નથી. જ્યારે નિષ્ણાતોનું એવું માનવું છે કે યોગનાં વિવિધ આસોનો થકી માણસને લાંબા સમયે પરિણામ મળતું હોય છે. તેનાથી માણસનાં શરીરમાં અનેક પ્રકારના ફેરફારો નોંધી શકાય છે.
૩. યોગ ઇજાગ્રસ્ત માટે અયોગ્ય
એક માન્યતા એવી પણ છે કે જો વ્યક્તિને કોઈ ઇજા થઈ હોય કે પેઇન થઈ રહ્યું હોય કે કમરનો દુખાવો થતો હોય તેમના માટે યોગ ઠીક નથી. જોકે યુનાઇટેડ નેશન્સનો એક રિપોર્ટ જણાવે છે કે બેક પેઇન દૂર કરવામાં યોગ મદદરૂપ છે.
૪. ઓછા સમયે પરિણામ નથી મળતું
એક માન્યતા એવી છે કે ઓછા સમયમાં યોગથી પરિણામ નથી મળતું, એટલે કે યોગ એ લાંબી પ્રક્રિયા છે, પણ એવું નથી. સૂર્ય નમસ્કાર જેવા યોગથી તાત્કાલિક ફાયદો જોવા મળે છે. માત્ર ૨૦ મિનિટના યોગાસનથી મગજ વધુ સક્ષમ બને છે. આમ લાંબા સમયે જ યોગથી ફાયદો થાય છે એ ગેરમાન્યતા છે.
૫. યોગ માત્ર સવારે જ કરાય છે
યોગગુરુઓના મતે લોકોમાં એવી માન્યતા છે કે યોગ માત્ર સવારે જ કરી શકાય છે, પણ યોગ એવી ચીજ છે જેને કોઈ પણ સમયે કરી શકાય છે. તેને સવારના અને સાંજના સમયે કરવાથી ઘણા લાભ થાય છે. તે સિવાય માણસ પોતના સમય પ્રમાણે પણ યોગાસન કરી શકે છે.