સારી તંદુરસ્તી માટે સામાન્ય રીતે સપ્તાહમાં 150 મિનિટ હળવી કે 75 મિનિટ ઝડપી કસરત આદર્શ માનવામાં આવે છે. જોકે, તાજેતરમાં થયેલા રિસર્ચનો નિષ્કર્ષ જણાવે છે કે, દિવસમાં ત્રણ વાર પણ એક-એક મિનિટ થકવી નાખતી ઝડપી કસરત કરો, તો પણ તંદુરસ્ત રહી શકાય છે. એક બીજી શોધમાં જોવા મળ્યું કે માત્ર 15 મિનિટની કસરત કરતા લોકોનું આયુષ્ય પણ લાંબુ રહ્યું છે.
આ ત્રણ મિનિટ કસરતનો અર્થ છે ઝડપી દોડ અથવા ફાસ્ટ સાઇકલિંગ. યુરોપિયન હાર્ટ જર્નલના અહેવાલ અનુસાર ઝડપી કસરતમાં એવી કસરત આવે છે જે કરતી વેળા શ્વાસ લેવા માટે વાત કરવાનું પણ શક્ય ન હોય. જેમાં ફાસ્ટ રનિંગ, હાઇ ઇન્ટેન્સિટી ઇન્ટરવલ ટ્રેનિંગ (એચઆઇઆઇટી), ફાસ્ટ સાઇકલિંગ જેવી કસરતનો સમાવેશ થાય છે. જર્નલનું રિસર્ચ જણાવે છે. કે, સપ્તાહમાં 15 મિનિટની તેજ ગતિની કસરત કરનારા લોકોમાં સપ્તાહમાં 10 મિનિટ તેજ ગતિની કસરત કરવાથી હૃદય રોગનું જોખમ 40 ટકા સુધી ઓછું થઇ જાય છે. જોકે આ કસરતથી પહેલા સારું વોર્મઅપ પણ એટલું જ જરૂરી છે.
શારીરિક તાલીમના સહાયક પ્રોફેસર સ્ટીફન કાર્ટના અનુસાર કસરતની અસર તેની તીવ્રતા અને તેમાં લાગતા સમય પર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે પાંચ મિનિટની ફાસ્ટ દોડથી શરીરને ઘણો ફાયદો મળી શકે છે. જ્યારે પાંચ મિનિટની સામાન્ય વોકથી એટલો ફાયદો મળતો નથી. તેજ ગતિની નાની દોડ, જમ્પિંગ જેક, દોરડાં કુદ વગેરે પણ હૃદયની પમ્પિંગ ક્ષમતા વધારે છે.