રોજ પાંચ કલાક મોબાઈલમાં વ્યસ્ત રહેનારને સ્થૂળતાની શક્યતા ૪૩ ટકા વધે છે

Monday 04th May 2020 09:42 EDT
 
 

વોશિંગ્ટનઃ સ્થૂળતા અને જાડાપણુ આવવાના અનેક કારણો મેડિકલ સાયન્સમાં જોવા મળે છે. જોકે તાજેતરમાં અમેરિકામાં થયેલા સંશોધને અલગ જ દિશામાં તારણો આપ્યા છે. કેલિફોર્નિયાની સિમોન બોલિવર યુનિવર્સિટીમાં સંશોધન કરાયું હતું તેના તારણમાં જાણવા મળ્યું કે, દરરોજ પાંચ કલાક કે તેનાથી વધારે સમય મોબાઈલ ઉપર પસાર કરનારા લોકોને સ્થૂળતા થવાની શક્તાઓ ૪૩ ટકા વધારે હોય છે.
સંશોધકોએ ૧૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ ઉપર આ અભ્યાસ હાથ ધર્યો હતો. ગત વર્ષે સંશોધકો દ્વારા આ અભ્યાસ હાથ ધરાયો હતો. સંશોધકોએ જણાવ્યું હતું કે લોકોના હાથમાં રહેલો મોબાઈલ જ તેમનું સ્વાસ્થ્ય ખરાબ કરવા માટે કારણભૂત છે. સતત વજન વધવાના કારણે હૃદય ઉપર ભારણ વધે છે. તે ઉપરાંત સંશોધકોએ એમ પણ જણાવ્યું કે આ અભ્યાસમાં જોડાયેલા વિદ્યાર્થીઓમાંથી ૨૫ ટકા વિદ્યાર્થીઓ ઓવરવેટ હતા. તેમાં એવું પણ તારણ આવ્યું કે, આ વિદ્યાર્થીઓ દરરોજ પાંચ કલાક કરતાં વધાર સમય મોબાઈલમાં જ પસાર કરતા હતા.
સંશોધકોએ અભ્યાસના અંતે જણાવ્યું કે, જે યુવાનો અથવા તો વિદ્યાર્થીઓ ફોનનો વધારે ઉપયોગ કરતા હતા તેઓ મીઠા પીણાં વધારે પીતા હતા. ફાસ્ટ ફૂડ વધારે ખાતા હતા, કેન્ડી અને અન્ય ગળ્યા પદાર્થોનું પણ સેવન વધારે પ્રમાણમાં કરતા હતા. આ ઉપરાંત તેમનું મેટાબોલિઝમ ધીમું પડી ગયું હતુ તેના કારણે તેમના ઊંઘ આવવામાં પણ સમસ્યા થતી હતી. અને તેના પરિણામે તેમના વજનમાં વધારો થતો ગયો હતો. સંશોધકો જણાવ્યું છે મોબાઈલમાં વ્યસ્ત રહેતા લોકોને ફાસ્ટ ફૂડ આપવામાં આવે તો સંયમ રાખી શકતા નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter