લંડનઃ અંધત્વના એક સર્વસામાન્ય કારણ ગ્લુકોમાને ધ્યાન કરવાથી નિવારી અથવા ધીમું પાડી શકાય તેમ અભ્યાસમાં જણાયું હતું. બ્રિટનમાં ૫૦૦,૦૦૦ લોકો ગ્લુકોમાથી પીડાય છે.
ગ્લુકોમામાં આંખમાં સર્જાતા દબાણને લીધે આંખના જ્ઞાનતંતુઓ સંકોચાઈ જાય છે. માનસિક તણાવને લીધે પ્રેશર થઈ શકે તે બાબતે વૈજ્ઞાનિકો અત્યાર સુધી વિચારતા ન હતા. વૈજ્ઞાનિકોએ ગ્લુકોમાના ૪૫ દર્દીઓને ત્રણ અઠવાડિયા સુધી દરરોજ એક કલાક ધ્યાન કરવાનું કહ્યું હતું. આ પછી આંખના ટીપાં નાખતા દર્દીઓની સરખામણીમાં આ દર્દીઓની આંખના દબાણમાં ૨૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો.
ગ્લુકોમાના ઈલાજ માટે આંખનું પ્રેશર ઘટાડવું એ એકમાત્ર અસરકારક પૂરવાર થયેલો ઈલાજ છે. સામાન્ય રીતે આ દબાણ આંખના ટીપાં, લેસર થેરાપી અથવા સર્જરીથી ઘટાડી શકાય છે.