લંડનઃ બ્રિટનમાં લિવર ડાયાલિસીસ મશીનની સારવારથી આલ્કોહોલના લીધે નિષ્ફળ ગયેલા લિવરના સૌપ્રથમ પેશન્ટને જીવતદાન મળ્યું છે અને ટુંક સમયમાં તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવશે. નોર્થ લંડનમાં રોયલ ફ્રી હોસ્પિટલ ખાતે પ્રણેતારુપ ડાયાલિવ ઉપકરણથી સારવાર કરાયા અગાઉ ૪૮ વર્ષના પેશન્ટને લિવરની નિષ્ફળતાથી મૃત્યુનું ૩૦ ટકા જોખમ હતું.
હોસ્પિટલના માનવા અનુસાર યુનિવર્સિટી કોલેજ લંડનના હેપેટોલોજીના પ્રોફેસર રાજીવ જાલન અને તેમના સહયોગી નાથન ડેવિસ દ્વારા શોધાયેલું મશીન લિવર ટ્રાન્સપ્લાન્ટનો વિકલ્પ બની શકે છે. ડોક્ટરોએ જણાવ્યું હતું કે વાઈરલ ઈન્ફેક્શન્સ અને નોન-આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ સહિત લિવરની નિષ્ફળતાના કારણો માટે આ મશીન ઉપયોગી નીવડી શકે છે.