લોકજાગૃતિ સાથે કોવિડનો ફેલાવો ઘટાડવા સરકારનું નવું અભિયાન

Tuesday 27th July 2021 09:17 EDT
 

લંડનઃ યુકે સરકારે કોવિડનો ફેલાવો ઘટાડવા સરકારે કોમ્યુનિટીઓને સ્વાસ્થ્યપ્રદ વર્તણૂકો ચાલુ રાખવાની યાદ અપાવવા નવું અભિયાન આરંભ્યું છે.લોકજાગૃતિ કેળવવા નવી ટુંકી ફિલ્મ લોન્ચ કરવામાં આવી છે. 

એક નવા સંશોધન અનુસાર લગભગ ૧૦માંથી ૯ (૮૬ ટકા) લોકો એવી આશા રાખે છે કે લોકો સાવધાની અને સામાન્ય સમજ સાથે આગળ વધશે, ત્રણ ચતુર્થાંશ (૭૭ ટકા) ફેસ માસ્ક પહેરવાનું ચાલુ રાખશે, ૮૧ ટકા જ્યાં શક્ય હોય ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવશે અને ૮૩ ટકા કહે છે કે તેઓ વારંવાર હાથ ધોવાનું ચાલુ રાખશે.

દેશ લોકડાઉન રોડમેપના ચોથા તબક્કામાં આગળ વધ્યો છે અને સાવધાનીપૂર્વક નિયંત્રણો ઉઠાવી લેવાયા છે ત્યારે TV ડોક્ટર અને પ્રેક્ટિસ ચલાવતા GP ડો. આમીર ખાન દ્વારા નિરુપણ કરાયેલી નવી ટુંકી ફિલ્મ લોન્ચ કરવામાં આવી છે. આ ફિલ્મ લોકોને  વેક્સિનેશન કરી લેવાયું હોય તો પણ શક્ય હોય તો બહાર મુલાકાત કરવાનો, ઘરમાં હો ત્યારે તાજી હવા અંદર આવવા દેવા, ભીડભાડ ધરાવતા સ્થળોએ ફેસ માસ્ક પહેરવા તેમજ નિયમિતપણે ચેક-ઈન સ્થળોએ ટેસ્ટિંગ કરાવવાને પ્રોત્સાહક સંદેશો પાઠવે છે.

આ ફિલ્મ દર્શાવે છે કે કોરોના મહામારી દરમિયાન આ સકારાત્મક-પોઝિટિવ પ્રવૃત્તિઓ ઘણા લોકો માટે તદ્દન સ્વાભાવિક બની ગઈ હતી તેને આપણા રોજબરોજના જીવનમાં સતત અમલી બનાવી રાખવી જોઈએ.

ડો. આમીર ખાનને દર્શાવતી ફિલ્મના વીડિયોની લિન્ક આ મુજબ છેઃ

https://bit.ly/3l9dt9U


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter