બૈજિંગઃવિશ્વની પહેલી જનીન ડિઝાઇનર બેબી પેદા કરનારા વિજ્ઞાનીને ચીનની એક અદાલતે ગેરકાયદે મેડિસિન પ્રેક્ટિસના આરોપસર ત્રણ વર્ષ કેદની સજા ફટકારી છે. કોર્ટે જણાવ્યું હતું કે જિનાન કૂઇ અને તેમના સાથીઓએ જનીન એડિટીંગ માટે નૈતિક મૂલ્યોને નેવે મૂકીને એઇડસગ્રસ્ત પુરુષની પસંદગી કરી હતી. આ પ્રયોગમાં બે મહિલાઓએ ત્રણ જનીન એડિટેડ સંતાનોને જન્મ આપ્યો હતો.
આ પ્રયોગનો ચીનમાં જ નહીં, વૈશ્વિક સ્તરે વિરોધ થયો હતો. અજાણ્યા મેડિકલ ઇન્સ્ટિટયૂટો સાથે કામ કરનારા ઝેહાંગ રેનિલ અને કિન જિન્ઝહોઉ નામના તબીબી વિજ્ઞાનીઓને પણ કોર્ટે સજા કરી છે. આ ત્રણે આરોપીઓ તબીબી પ્રેક્ટિસ કરવા માટે આવશ્યક સર્ટિફિકેટો રજૂ કરી શક્યા ન હતા. એટલું જ નહીં, નામ અને દામ કમાવવા માટે તેઓએ વિજ્ઞાનનાં સંશોધનોમાં રાષ્ટ્રીય નિયંત્રણોનો જાણીજોઇને ભંગ કર્યો હતો.