નવી દિલ્હીઃ વિશ્વમાં પહેલી વાર ભારતીય વિજ્ઞાનીઓએ ડેન્ગ્યૂની દવા વિકસાવી છે. તેનું પ્રારંભિક પરીક્ષણ સફળ રહ્યું છે. આવતા વર્ષ ૨૦૧૯ સુધીમાં તે બજારમાં ઉપલબ્ધ થશે. આયુષ મંત્રાલયના વિજ્ઞાનીઓએ ૭ પ્રકારના ઔષધીય છોડમાંથી આ દવા તૈયાર કરી છે.
આ પ્રોજેક્ટમાં જોડાયેલા એક ડઝનથી વધુ વૈદ્યોની બે વર્ષથી વધુની મહેનત બાદ આ દવા તૈયાર થઇ છે. આ દવાનું પરીક્ષણ ઉંદર અને સસલા પર સફળ રહ્યું હતું.
આ પછી મેદાંતા, કોલાર મેડિકલ વગેરે હોસ્પિટલમા સારવાર લઇ રહેલા ડેન્ગ્યૂના ૩૦-૩૦ દર્દી પર તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું જે સફળ રહ્યું હતું. દવાની કોઈ સાઇડ ઇફેક્ટ પણ થઈ નથી. દર વર્ષે ભારતમાં ડેન્ગ્યૂના લગભગ ૭૦ હજારથી વધુ કેસ નોંધાય છે.