વિશ્વવ્યાપક બની રહેલી બેકપેનની બીમારીથી તમે આ રીતે બચી શકો છો...

Thursday 27th July 2017 14:31 EDT
 
 

લંડનઃ બેકપેનની બીમારી વિશ્વવ્યાપી બની રહી છે. તીવ્ર બેકપેનથી થવાથી ઘણા લોકો જિમમાં જવાનું બંધ કરી રહ્યાં હોવાનું એક સર્વેનાં તારણમાં જણાયું છે. ૩૪ ટકા લોકોને લાગે છે કે જિમમાં એકસરસાઇઝ કરવાને કારણે તેમને બેકપેનની ફરિયાદ થઈ છે. બ્રિટિશ શિરોપ્રેક્ટિક એસોસિયેસન દ્વારા ૨,૦૦૦ વયસ્કો પર કરવામાં આવેલા અભ્યાસના આધારે આ તારણો નીકળ્યા છે. અભ્યાસમાં સામેલ ચોથા ભાગનાં લોકોએ પીડા અને ગળામાં દુખાવાના કારણે એક મહિનાથી એક્સરસાઇઝ છોડી દીધી હતી.
બેકપેન વિશ્વમાં સૌથી વ્યાપક બીમારી છે. જોકે અમુક સપ્તાહ કે મહિનામાં એનાથી છૂટકારો મેળવી શકાય છે. યુકેમાં દર પાંચમાંથી ચાર વ્યક્તિને જીવનમાં ક્યારેક તો બેકપેનનો અનુભવ થયો છે એવું એક અભ્યાસમાં જણાવાયું છે.
અમુક દાયકાઓથી બેકપેનમાંથી રિલીફ માટે પેનકિલરનો સહારો લેવામાં આવે છે. પરંતુ એક અભ્યાસ કહે છે કે આવી દવા ખરેખર બેકપેન દૂર કરતી નથી. અનેક ફિઝિયોથેરપસ્ટે પેનકિલરના ઉપયોગ વગર દર્દીની સારવાર કરવાની હિમાયત કરી છે. આ ઉપરાંત ક્યારેક ચુસ્ત કપડાંને કારણે ચાલતી વખતે ઘૂંટણ અને થાપા પર પ્રેશર આવે છે અને તેને કારણે બેકપેન અને જોઇન્ટપેનમાં વધારો થાય છે.

તમે આ રીતે બેકપેનથી બચી શકો

ઇક્વિપમેન્ટને સમજોઃ નવી એક્સરસાઇઝ કરતી વખતે તેમાં વપરાતાં ઇક્વિપમેન્ટને સમજો. સેન્ડલ, હેન્ડલબાર વગેરેની ઊંચાઈ અને શરીરનું અંતર યોગ્ય હોવું જોઈએ. નહીં તો નેક અને બેક પર પ્રેશર આવી શકે છે.
તમારી મર્યાદાને જાણોઃ પ્રોફેશનલ એથ્લીટ્સ પણ જન્મથી જ એથ્લીટ્સ નથી હોતા. પ્રેક્ટિસથી જ શરીર ઘડાય છે, પરંતુ એ સમજવાની જરૂર છે કે દરેક વ્યક્તિના શરીરની રચના જુદી જુદી હોય છે. તેથી પોતાના શરીરની મર્યાદાને સમજીને એક્સરસાઇઝ કરવી જોઈએ. અમુક વાર મર્યાદા બહાર જઈને એક્સરસાઇઝ કરવાથી શરીરને ગંભીર ઈજા થાય છે.
વોર્મઅપ એન્ડ કૂલડાઉનઃ કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટી કરતાં પહેલાં શરીરને અને માંસપેશીઓને વોર્મઅપની જરૂર રહે છે. જો યોગ્ય વોર્મઅપ વગર કસરત શરૂ કરાય તો માંસપેશીને નુકસાન પહોંચે છે.
અસરકારકતા ઓછી કરવીઃ જો અગાઉથી શરીરમાં કોઈ ઈજા થઈ ગઈ હોય તો તે ભાગ પર વધુ પ્રેશર ન આવે તે પ્રકારની એક્સરસાઇઝ કરવી જોઈએ.
દરેક એક્સરસાઇઝ સરખી નથીઃ કોઈ પણ નવી એક્સરસાઇઝ કે એક્ટિવિટી અપનાવતાં પહેલાં તેને સમજીને જો શરીર માટે યોગ્ય હોય તો જ કરવી. સારું દોડનાર કદાચ સારો તરવૈયો ન હોય. દરેક એક્સરસાઇઝ સરખી હોતી નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter