શિયાળાના કઠોર મહિનાઓમાં રહ્યુમેટાઈડ આર્થ્રાઈટિસ અને ક્રોહ્નસ ડિસીઝ જેવી ઓટોઈમ્યુન પરિસ્થિતિઓ વકરવાની વધુ શક્યતા રહે છે. NHSના જણાવ્યા અનુસાર આર્થ્રાઈટિસથી પીડાતા ઘણા લોકો કહે છે કે શિયાળામાં તેમના સાંધા વધુ પીડાદાયી બનવા સાથે જકડાઈ જાય છે. જોકે, હવામાનના કારણે સાંધામાં નુકસાન થાય છે કે તેમાં વધારો થાય છે તેમ સૂચવતા કોઈ સ્પષ્ટ પૂરાવા મળતા નથી.
સાંધામાં વારેવારે પીડા અને જકડાવાની સ્થિતિના હુમલા ૩૫ વર્ષની વયથી શરૂ થાય છે અને તે સ્થિતિ વકરતી જાય છે. વ્યક્તિને તેના ઘૂંટણના સાંધા ઘૂંટી અને પીઠમાં તીવ્ર પીડા અને સોજાનો અનુભવ થાય છે. અન્ય લક્ષણોમાં દસ મિનિટ કરતાં વધુ લાંબો સમય ચાલી ન શકવું, સીડીઓ ચડવામાં અથવા નીચે બેસવામાં મુશ્કેલીનો સમાવેશ થાય છે. શારીરિક પ્રવૃત્તિમાં મર્યાદા આવી જવાથી રોજબરોજના કાર્યો કરવામાં પણ તકલીફ નડે છે.
તમને પ્રીસ્ક્રાઈબ કરાતી એન્ટિબાયોટિક્સ, પેઈનકિલર્સ અને શારીરિક કસરત તમારી પીડાના શમનમાં મદદરુપ બને છે ત્યારે તમારા રોજબરોજના નિત્યક્રમમાં વૈકલ્પિક આયુર્વેદિક ઉપચારોનો સમાવેશ પણ તણાવ અને પીડાને હળવાં બનાવશે.
ડો. સ્મિતા નરમના જણાવ્યા અનુસાર આયુર્વેદનો અભિગમ આહાર, ઘરેલુ ઉપચાર અને હર્બલ નુસખાઓ સાથે ચોક્કસ યોજનાનું અનુસરણ કરવાનો રહે છે. તેનું ધ્યેય વાતના કારણે પીડા અને જકડાપણ આવતાં હોવાથી વાત અને આમને ઘટાડવાનો રહે છે.
આમ તત્વોનું ઝેર સોજા લાવવા સાથે ચયાપચય (metabolic) અવરોધ સર્જે છે. એક વખત આ અવરોધ દૂર કરાય અને વાત નિયંત્રણમાં આવે તે પછી હાડકાં અને સાંધાને પોષણ આપવાનો ચોક્કસ ઉપક્રમ યોજાય છે.
આહારઃ ગ્લૂટેન ધરાવતા તેમજ આથાવાળાં અને ખટાશપૂર્ણ ખાદ્યપદાર્થો લેવાનું બંધ કરો. રેડ મીટ અને અથાણાંથી તો દૂર જ રહેજો. સ્ક્વોશ, કોળું, દૂધી, કોબીજ (kale), ગલકાં જેવી શાકભાજી ખાવામાં ઘણી સારી છે. મગ, મગની દાળ, મસૂર અને જુવાર જેવાં ધાન પર રોજિંદા આહાર માટે શ્રેષ્ઠ છે.
• ઘરેલુ ઉપચાર •
• એક ચમચી હળદર
• એક ચમચી ધાણાજીરું પાવડર
• અડધી ચમચી સૂકા આદુ (સૂંઠ)નો પાવડર
• પા (૧/૪) ચમચી અજમાનો પાવડર
• પા (૧/૪) ચમચી લસણની પેસ્ટ
• એક ચમચી મેથી પાવડર
આ બધું મેળવીને અડધા ગ્લાસ પાણી સાથે પી જાવ.
સાંધાઓ માટે તરવું (સ્વિમિંગ) એ કષ્ટદાયક ન હોવાથી તે સારું ગણાય છે. આયુર્વેદનો અભિગમ
પ્રકૃતિની અમર્યાદ શક્તિઓ સાથે તાલમેલ મિલાવવા સંબંધે છે.
----------------------------------
વધુ માહિતી માટે અહીં સંપર્ક કરી શકો છોઃ
[email protected]