સદંતર ખોટી છે. તેમણે શોધી કાઢયું છે કે ખરેખરો સ્વાદ તો જીભમાં નહીં, પરંતુ મગજમાં આવેલા કોષ પારખે છે. કોલંબિયા યુનિર્વિસટીના વૈજ્ઞાનિકોએ આપણી જીભ પર આવેલા આશરે આઠ હજાર જેટલા ટેસ્ટબડ્સનો અભ્યાસ કર્યો હતો. જે અનુસાર, દરેક ટેસ્ટબડ પાંચ મૂળભૂત સ્વાદ પારખવામાં સક્ષમ હોય છે, તેથી એ વાત ખોટી ઠરે છે કે આપણી જીભનું ટેરવું મીઠો સ્વાદ જ
પારખે છે.
વૈજ્ઞાનિકોએ શોધ્યું છે કે મગજમાં વિશેષ પ્રકારના ન્યૂરોન્સ આવેલા છે, જે દરેક ટેસ્ટબડ દ્વારા મોકલાતા સિગ્નલોને ઉકેલીને સ્વાદ પારખવાનું કામ કરે છે. દરેક ટેસ્ટબડમાં ૧૦૦ રિસેપ્ટર હોય છે, જેનો ઉપયોગ મગજ સુધી સિગ્નલ પહોંચાડવા માટે થાય છે. મગજ આ કામ ચોક્કસ કેવી રીતે કરે છે તે હજુ નક્કી થઇ શક્યું નથી, પરંતુ સંશોધકો દૃઢપણે માની રહ્યા છે કે સ્વાદની પરખ જીભ નહીં, પરંતુ મગજ જ કરે છે.