બોનઃ જર્મન સંશોધનમાં દાવો કરાયો છે કે સામાન્ય શરદી થઈ હોય તો તેનાથી કોવિડ ૧૯થી બચાવ થઈ શકે છે. જુદા જુદા કોરોના વાઈરસ પ્રત્યે શરીરની રોગપ્રતિકારક શક્તિનો પ્રતિભાવ મહામારીને અપાતા પ્રતિભાવ જેવો જ હોય છે. મતલબ કે સામાન્ય શરદી પેદા કરતા વાઈરસની સામે લડવા શરીરમાં જે રોગપ્રતિકારક શક્તિ પેદા થાય છે, તે કોવિડ ૧૯ સામે જંગ લડવા માટે પણ મદદરૂપ થઈ શકે છે.
આમ જેમને ભૂતકાળમાં શરદી થઈ હોય એવી વ્યક્તિઓમાં કંઈક અંશે સુરક્ષા કવચ તૈયાર થઈ ગયું હોવાને કારણે કોરોના વાઈરસ સામે ૧૦માંથી ૮ વ્યક્તિને સંક્રમણ થતું નથી.
એટલું જ નહીં કોવિડ ૧૯ના હળવા લક્ષણ ધરાવતા દર્દીઓમાં પણ મજબૂત ટી સેલ ઇમ્યૂનિટી પેદા થઈ ગઈ હોય છે. જર્મનીમાં યુનિવર્સિટી હોસ્પિટલ તુબિન્જેન ખાતેના સંશોધકોએ ૩૬૫ લોકોના લોહીની તપાસ કરી હતી, જેના અભ્યાસના આધારે આ તારણ રજૂ કર્યું છે.