શરીરના આરોગ્યની હાલત જાણવા બ્લડ પ્રેશરનું પ્રમાણ જાણવું જરૂરી છે. સામાન્યતઃ બેઠેલી હાલતમાં બ્લડ પ્રેશર મપાય છે પરંતુ, સુવાની હાલતમાં મપાયેલું બ્લડ પ્રેશર હૃદયરોગનું જોખમ દર્શાવે છે. અભ્યાસ મુજબ જે લોકોને બેઠેલી સ્થિતિમાં બ્લડ પ્રેશર નોર્મલ રેન્જમાં હતું તેમને સુવાની હાલતમાં પ્રેશર ઘણું ઊંચું - સપાઈન હાઈપરટેન્શન જણાયું હતું. આ પ્રકારે લેવાયેલું માપ કોરોનરી હાર્ટ ડિસીઝ, હાર્ટ ફેઈલ્યોર અને જીવલેણ કોરોનરી હાર્ટ ડિસીઝનું જોખમ જણાવી શકે છે. 11369 પેશન્ટ્સ પર કરાયેલા અભ્યાસમાં જણાયું હતું કે 16 ટકા લોકોને બેઠેલી હાલતમાં બ્લડ પ્રેશર નોર્મલ હતું પરંતુ સુવાની હાલતમાં પ્રેશર ઊંચું હતું. આ ઉપરાંત, બેઠેલી હાલતમાં ઊંચું બ્લડ પ્રેશર હતું તેવા 74 ટકાને સુવાની સ્થિતિએ પણ હાઈ બ્લડ પ્રેશર હતું.