લંડનઃ સેન્ડવીચ કેરર્સ એટલે કે પોતાના બાળકો તેમજ વડીલ સગાં સંબંધીઓની સંભાળ લેતાં લોકો સામાન્ય લોકો કરતાં વધુ પ્રમાણમાં એન્ક્ઝાઈટી અને ડિપ્રેશનનો ભોગ બને છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના સર્વેમાં જણાયું હતું કે ૨૨ ટકાની સામે ૨૭ ટકાને કોઈક પ્રકારની માનસિક આરોગ્યની સમસ્યા હતી. દર અઠવાડિયે પાંચ કલાક કરતાં ઓછા સમયની સંભાળ રાખતા લોકોની સરખામણીમાં આ પ્રમાણ વધીને અઠવાડિયામાં ૨૦ કલાક કે તેથી વધુ સમય સુધી સંભાળ રાખતી દર ત્રણમાંથી એક વ્યક્તિનું થયું હતું.
લાંબા જીવનની વધેલી શક્યતા અને મોટી વયે મહિલાઓ પ્રથમ સંતાનને જન્મ આપતી હોવાથી યુકેમાં ૧.૩ મિલિયન કરતાં વધુ લોકો સેન્ડવીચ કેરર્સ છે. તમામ સેન્ડવીચ કેરર્સમાં ૬૨ ટકા મહિલા છે, જેમની વય ૩૫થી ૫૪ વચ્ચેની છે.