લંડનઃ સ્ટેનફર્ડ યુનિવર્સિટીના બાયોફિઝિસિસ્ટ અને નોબેલ પ્રાઇઝ વિજેતા માઇકલ લેવિટે ભવિષ્યવાણી કરી છે કે કોરોનાનો કેર જલદી જ ખતમ થશે કેમ કે દુનિયા સોશિયલ ડિસ્ટિન્સિંગનું પાલન કરી રહી છે અને તેણે એક બૂસ્ટર શોટ આપ્યો છે, જે આ સમયે મહામારીથી લડવા માટે જરૂરી છે. લેવિટ એ જ છે જેમણે ભવિષ્યવાણી કરી હતી કે ચીનમાં ત્્રણ હજારથી વધુ લોકો મૃત્યુ પામશે. લેવિટે ધ લોસ એન્જેલસ ટાઇમ્સને એક મુલાકાતમાં કહ્યું હતું કે આપણે કોરોનાના વધતા પ્રકોપને રોકવા જે કરવું જોઇએ તે કરી રહ્યાં છીએ. આપણે જલદી જ આ પરિસ્થિતિમાંથી બહાર આવી જઇશું. પરિસ્થિતિ એટલી ભયાવહ નથી જેટલી ચેતવણી અપાઇ રહી છે. ૨૦૦૩માં રસાયણ વિજ્ઞાનમાં પ્રતિષ્ઠિત નોબેલ પારિતોષિક જીતનારા લેવિટે અગાઉ ચીનમાં મહામારી અંગે સચોટ ભવિષ્યવાણી કરી હતી.