સ્ટોપ્ટોબરમાં ભાગ લઈને યોગ્ય સપોર્ટ સાથે સ્મોકિંગ છોડો

Wednesday 26th September 2018 06:49 EDT
 
 

ઈંગ્લેન્ડના છ મિલિયન સ્મોકરને પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ દ્વારા ૧લી ઓક્ટોબરથી શરૂ થનારી ૨૮ દિવસની સ્ટોપ સ્મોકિંગ ચેલેન્જ સ્ટોપ્ટોબરમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.

યોગ્ય સહાય સાથે સ્મોકિંગ છોડવાનું સહેલું છે. ક્વીટ મેથડ્સ સાથે સ્મોકિંગ છોડવાના પ્રયાસો સૌથી સફળ રહ્યા છે. તેથી આ વર્ષે સ્ટોપ્ટોબર ફ્રી ઓનલાઈન પર્સનલ ક્વીટ પ્લાન આપી રહ્યું છે. જે સ્મોકરોને ફેસ ટુ ફેસ સપોર્ટ, નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપી (પેચીઝ, ઈન્હેલર્સ અથવા લોઝેન્જિસ) અને ઈ-સિગારેટ્સ જેવા વિકલ્પ પૂરા પાડે છે.

અત્યાર સુધીમાં સ્ટોપ્ટોબર દ્વારા ૧.૭ મિલિયન ક્વીટ એટેમ્પ્ટ કરાયા છે અને તેમાં મળેલી સફળતાનો દર અત્યાર સુધીનો સૌથી વધુ રહ્યો છે. સ્ટોપ્ટોબર દ્વારા સ્ટોપ્ટોબર એપ, ફેસબુક મેસેન્જર બોટ, ઈમેલ અને સ્ટોપ્ટોબર ઓનલાઈન કોમ્યુનિટીઝ સહિત સ્મોકિંગ છોડવા વધારાની સહાય વિનામૂલ્યે મળે છે.

આપ સ્મોકર હો અને સારું કરવા માગતા હો તો આપની અને આપની આસપાસના લોકોના સ્વાસ્થ્ય માટે સ્મોકિંગ છોડી દો તે શ્રેષ્ઠ છે. આ અભિયાનનો હિસ્સો બનો અને સ્મોકફ્રી થવાના સંકલ્પબદ્ધ હજારો લોકો સાથે જોડાઓ.

ઓલ્ડહામ સ્ટોપ સ્મોકિંગ સર્વિસ પણ વિના મૂલ્યે ફેસ ટુ ફેસ મદદ અને માર્ગદર્શન આપે છે. તેમની મદદથી જે લોકોએ સ્મોકિંગ છોડી દીધું છે તે તેમના હિત માટે સફળતાપૂર્વક સ્મોકિંગ બંધ કરી શકે તેમ છે. આપ તેમનો સંપર્ક 0800 288 9008 પર કરી શકો છો. ઓલ્ડહામ કાઉન્સિલ દ્વારા શરૂ કરાયેલી આ સેવા પોઝિટિવ સ્ટેપ્સ દ્વારા અપાય છે.

આગામી ૩ ઓક્ટોબરથી ટીમ ઓલ્ડહામ ટાઉન સેન્ટરમાં પાર્ટનર્સ પોઝિટિવ સ્ટેપ્સ અને ગ્રેટર માન્ચેસ્ટર ફાયર એન્ડ રેસ્ક્યુ સર્વિસ સાથે મદદ અને સલાહ આપશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter