વોશિંગ્ટનઃ ઘોંઘાટ કોઈને પણ મુશ્કેલીનું કારણ બની શકે છે. તેનાથી ઊંઘમાં પણ ખલેલ પડવી અને તણાવ જેવી સમસ્યા સર્જાય છે. પરંતુ, તમામ અવાજ સમસ્યાઓનું કારણ નથી બનતા. અમુક પ્રકારના અવાજ તમને સારો અનુભવ તેમજ કાર્ય કરવામાંમદદ કરી શકે છે. નિષ્ણાતોએ અવાજને મુખ્યત્વે વ્હાઈટ, પિન્ક અને ગ્રીન નોઈઝની શ્રેણીમાં વિભાજિત કર્યો છે. સાઉન્ડપ્રૂફિંગની તુલના આ ધ્વનિથી ઉદભવતા ઘોંઘાટથી બચવા માટે ફાયદાકારક હોઈ શકે છે. સંશોધનમાં જાણવામાં મળ્યું છે કે ઘરમાં પંખાને કારણે થતો વ્હાઈટ નોઈઝ શહેરી વાતાવરણના ઘોંઘાટમાં પણ સારી રીતે ઊંઘવામાં મદદ કરે છે. વધુમાં, હળવા વરસાદ અથવા પાંદડાઓને લીધે થતો ખડખડાટ પિન્ક નોઈઝ છે જે નિર્ણય અને કાર્યક્ષમતામાં વધારો કરે છે. ગ્રીન નોઈઝ એ કુદરતી અવાજ છે જેમ કે પક્ષીઓનો કલ૨૦ વગેરે. તે તણાવ ઘટાડવામાં અને માનસિક રીતે શાંત રહેવામાં મદદ કરી શકે છે.