લંડનઃ સ્ત્રીઓનાં જાતીય સુખ માટે લિંગની સાઈઝનું કોઈ મહત્ત્વ ખરું કે નહિ તેની ચર્ચા સદીઓથી ચાલતી રહી છે. સૌપ્રથમ વખત વૈજ્ઞાનિક પ્રયોગમાં આ પ્રશ્નને તરાશવામાં આવ્યો હતો અને તેનો કદાચમાં ઉત્તર મળ્યો હોય તેમ લાગે છે. પુરુષ લિંગ- શિશ્નની લંબાઈ અને સ્ત્રીઓના જાતીય આનંદ સંદર્ભે અગાઉના સંશોધનો મુખ્યત્વે સર્વે પર આધાર રાખતા હતા.
કિંગ્સ કોલેજ લંડન દ્વારા નવા અભ્યાસમાં સેક્સ્યુઅલી સક્રિય ૧૨ યુગલને પ્રયોગમાં સાંકળવામાં આવ્યા હતા. પુરુષ સાથીને જાતીય ઉત્થાન પામેલા શિશ્નના મૂળ ભાગે વિવિધ જાડાઈની સિલિકોન રિંગ્સ ગોઠવીને કૃત્રિમ રીતે પેનિટ્રેશનની ઊંડાઈ ઘટાડવા જણાવાયું હતું. બીજી તરફ, સ્ત્રી પાર્ટનરને ઉપયોગમાં લેવાયેલી રિંગની સાઈઝ દેખાડાઈ ન હતી અને પ્રત્યેક સંભોગને સમગ્રતયા સેક્સ્યુઅલ પ્લેઝર- જાતીય આનંદ તેમજ તેમના પાર્ટનર સાથે ભાવનાત્મક સંબંધના ૦થી ૧૦૦ના સ્કેલ પર માપવા કહેવાયું હતું.
અભ્યાસના મુખ્ય આલેખક ડેવિડ વીએલે જણાવ્યું હતું કે,‘અમે એ ધારણા સાથે શરૂઆત કરી હતી કે મોટા ભાગની સ્ત્રીઓને પેનિટ્રેશનની ઊંડાઈનો કોઈ ફરક પડશે નહિ. અમને જણાયું હતું કે પેનિટ્રેશનની ઊંડાઈ એક ઈંચ જેટલી ઘટાડવાથી અનુભવાયેલા જાતીય સુખ કે આનંદની માત્રામાં નોંધપાત્ર ફરક જોવાયો હતો. લિંગ જેટલો લાંબો સમય ટટ્ટાર હોય ત્યારે જાતીય આનંદ પર રિંગ્સની અસરની શક્યતા ઓછી રહેતી હતી. જોકે, લઘુમતી સ્ત્રીઓએ એવો પ્રતિભાવ આપ્યો હતો કે પેનિટ્રેશનની ઊંડાઈ ઘટાડવાથી ઘણી વખત વધુ આનંદ અનુભવાયો હતો.
પેનાઈલ રિંગ્સ એવી રીતે તૈયાર કરાઈ હતી કે તેનાથી કોઈ તફાવત ન જણાય અથવા પેનિટ્રેશનની ઊંડાઈમાં એક ઈંચ, ૧.૫ ઈંચ અને બે ઈંચનો ઘટાડો થાય. પ્રયોગમાં ભાગ લેનારા પુરુષોને દરેક પ્રકારની રિંગ સાથે ત્રણ, ચાર અથવા પાંચ વખત જાતીય સંભોગ કરવા જણાવાયું હતું.
વીએલે જણાવ્યું હતું કે આરોગ્યની પરિસ્થિતિઓના કારણે લિંગની લંબાઈ ઘટી હોય તેવા પુરુષો માટે આ અભ્યાસ વિશેષ મહત્ત્વનો ગણાય. અમારે અસરકારક અર્થઘટન પ્રસ્થાપિત કરવાની જરૂર હતી જેથી, આવા પુરુષો પિલ્સ અથવા લોશન્સ જેવા પુરાવારહિત ઉપાયોમાં પડે નહિ.’ વીએલે ભારપૂર્વક એમ પણ કહ્યું હતું કે આ પરિણામોને ‘લિંગની લંબાઈ વધારવાથી સામાન્ય પુરુષ સ્ત્રીઓમાં જાતીય આનંદ વધારી શકશે તેવાં ખોટાં અર્થઘટન’ તરીકે ગણવાં જોઈએ નહિ. આ તદ્દન અલગ અભ્યાસનો વિષય બની રહેશે.’