લંડનઃ સ્થુળ લોકોનું વજન જેમ જેમ વધતું જાય છે તેમ તેમની વિવિધ પ્રકારના જીવલેણ રોગોનો ભોગ બનવાની શક્યતા વધી જાય છે. તેમાં પણ વહેલા મૃત્યુ થવાનું જોખમ ૫૦ ટકા જેટલું વધી જતુ હોવાનું અભ્યાસમાં જણાયું હતું.
સ્થુળ બ્રિટિશરોને ડાયબિટીસનું જોખમ ૨૦ ગણુ અને નિંદ્રાની સમસ્યાઓમાં ૨૦ ગણો વધારો થઈ શકે છે. માત્ર વધુ વજન ધરાવતા લોકોને પણ હાર્ટફેલ્યોરથી અસ્થમા અને આર્થ્રાઈટીસ જેવી બીમારીનું વધુ જોખમ રહેતું હોવાનું ૨.૮ મિલિયન દર્દીઓની વિગતોના આધારે જણાયું હતું. બ્રિટનના કુલ વયસ્કો પૈકી ૬૬ ટકા જેટલાં લોકો સ્થુળ છે અથવા વધુ વજન ધરાવે છે.