દેખીતી રીતે જ તંદુરસ્ત લોકોને ઘણી વખત બ્લડ સુગર વધી જતી હોવાનો અનુભવ થાય છે. તે ડાયાબિટીસ સાથે સંકળાયેલ હોવાનું સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના વિજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે. અભ્યાસમાં જણાયું હતું કે ડાયાબિટીસ ન હોય તેવી પાંચમાંથી એક વ્યક્તિને નાસ્તામાં સિરિયલ્સ ખાધા પછી બ્લડ ગ્લુકોઝ વધવાનો અનુભવ થાય છે. જોકે, તે સ્વાસ્થ્ય માટે જોખમરૂપ છે કે નહીં તેનો હજુ કોઈ પૂરાવો મળ્યો નથી. જોકે, ડાયાબિટીસ ધરાવતા લોકોમાં આવી રીતે વધારો થતો રહે તો તે અંગને નુક્સાન પહોંચાડી શકે.
બ્લડ સુગરનું પ્રમાણ સામાન્ય રીતે ફિંગર પ્રિક ડિવાઈસથી માપવામાં આવે છે જે લોહીનું એક ટીપું લે છે. તે કોઈ એક ચોક્કસ સમયે સચોટ રીડીંગ આપે છે. જોકે, તે વધઘટ ચૂકી જાય છે.