અમદાવાદ: પેશન્ટને કોવિડ-૧૯ છે કે નહીંં? તેનો રિપોર્ટ ૧૫ કલાકની જગ્યાએ હવે ૧૫ જ મિનિટમાં જાણી શકાશે. એટલું જ નહીં, રિપો ર્ટ કાઢવા પાછળ માત્ર રૂ. ૫૦નો જ ખર્ચ થનારો છે. સુરતની SVNITના એશાઇન (ASHINE) ઇન્ક્યુબેશન સેન્ટરના વડા ડો જ્યોતિર્મય બેનર્જી અને ચાર વિદ્યાર્થી નિખિલ વ્યાસ, પ્રત્યુષ ગુપ્તા, દિવ્યા શાહ, કિશન સિંગ અને હેત શાહે મળી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ એન્ડ ડીપ લર્નિંગથી સોફ્ટવેર બનાવ્યું છે.
ડોક્ટરોએ સોફ્ટવેરમાં સસ્પેક્ટેડ પેશન્ટની ચેસ્ટનો એક્સ-રે પાડીને સોફ્ટ કોપી નખાતા કોવિડ-૧૯ છે કે નહીં? તે જાણી શકશે. એરપોર્ટ, રેલવે કે બસ સ્ટેશન પર ફરતા પેશન્ટને શોધી કાઢશે. વિદ્યાર્થી નિખિલ કહે છે કે, સોફ્ટવેર સાથે થર્મલ ઇન્ફ્રારેડ કેમેરો પણ અટેચ કરી શકાય છે. એરપોર્ટ, રેલવે સ્ટેશન, મોલ સહિતની ભીડ થનારી જગ્યાઓ પરથી કોવિડ-૧૯ના પેશન્ટને શોધી કાઢશે. આ સોફ્ટવેરમાં થર્મલ ઇન્ફ્રારેડ કેમેરાના કોવિડ-૧૯ કે સ્પેક્ટેડના ડેટા ઇન્સ્ટોલ કરાયા છે. જેથી થર્મલ ઇન્ફ્રારેડ કેમેરાને તેની સાથે જોડાય તો તે સ્પેક્ટેડ કે પેશન્ટને શોધી કાઢશે.
રોબોટમાં સોફ્ટવેર ઇન્સ્ટોલ કરાશે
હાલમાં પેશન્ટને સારવાર આપતા ડોક્ટરોને પણ કોવિડ-૧૯ પોઝિટિવ આવી રહ્યો છે. જેથી રોબોટ બનાવીને તેમાં આ સોફ્ટવેર ઇન્સટોલ કરનારા છે. જેથી ડોક્ટર પોતાની જ ચેમ્બરમાં બેસી સસ્પેક્ટેડ કોવિડ-૧૯ના પેશન્ટને તપાસી શકે. આમ, આ રોબોટ બનાવવા માટે એમએચઆરડી પાસે ફંડ મંગાયું છે. તેવું વિદ્યાર્થી નિખિલે અંતે જણાવ્યું હતું.
દેશ-વિદેશના કોવિડ-૧૯ના લક્ષણ
વિદ્યાર્થી નિખિલ વ્યાસે વધુમાં કહ્યું કે, આ સોફ્ટવેરમાં દેશ-વિદેશના કોવિડ-૧૯ના લક્ષણોનો ડેટા ઇન્સ્ટોલ કરાયો છે. તેવામાં કોવિડ-૧૯ નવા લક્ષણોનો ડેટા આવશે તો તે પણ સોફ્ટવેરમાં ઇન્સ્ટોલ કરાશે.