હાડકાંને સ્વસ્થ-તંદુરસ્ત રાખવા માટે તેની પાસેથી સખતાઇથી કામ લો...

Tuesday 18th February 2025 08:24 EST
 
 

હાડકાં અને સાંધાઓની તંદુરસ્તી સંપૂર્ણ સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી છે. જોકે મોટા ભાગના લોકો તેના પર પૂરતું ધ્યાન આપતા નથી. યુનિવર્સિટી ઓફ ટેક્સાસના ઓર્થોપેડિક સર્જન ડો. ડેવિડ શો કહે છે કે કિશોરાવસ્થા પછી હાડકાંની ઘનતા ઓછી થવા લાગે છે. આનાથી ઓસ્ટિયોપોરોસિસ અને ફ્રેક્ચરનું જોખમ વધે છે. આવું થાય ત્યારે તેને સક્રિય કરી શકાતું નથી. વ્યક્તિ આવન-જાવન કે વર્કઆઉટ પણ કરી શકતી નથી. અને ધીમે ધીમે હૃદયની તંદુરસ્તી અને મેટાબોલીઝમ બગડવા લાગે છે.
• હાડકાં સાથે સખતાઇથી કામ લો: યુનિવર્સિટી ઓફ મેરિલેન્ડના ઓર્થોપેડિક સર્જન ડો. જેક સ્ટીલનું કહેવું છે કે શરીરમાં બોન રિમોડેલિંગ સતત ચાલતી પ્રક્રિયા છે. મતલબ કે જૂનું તૂટે છે, નવું બનતું રહે છે. તૂટેલા ભાગોને લોહી શોષી લેતું રહે છે. વજન ઉપાડવું, ચાલવું, સીડી ચઢવી, રમતગમત, પુશ-અપ્સ અને દોરડા કૂદવા જેવાં પરિબળો રિમોડેલિંગને અસર કરે છે. શરીરના જે ભાગમાં હાડકાં પર તણાવ હોય છે ત્યાં ઘનતા L વધે છે. આનાથી ઓસ્ટિયોપેનિયા અથવા ઓસ્ટિયોપોરોસિસ થઇ શકે છે અને નાની ઈજાઓથી પણ ફ્રેક્ચર થવાનું જોખમ વધી જાય છે.
• દવાઓને ચેક કરો: ઓર્લાન્ડો હેલ્થ સેન્ટરના ડો. ક્રિસ્ટિન જેબ્લોન્સકીના જણાવ્યા અનુસાર કેટલીક દવાઓની આડઅસર એટલી વિપરિત હોય છે કે તે હાડકાં પર પ્રતિકૂળ અસર કરી શકે છે. હાર્ટ બર્ન અને બ્લડથીનર હેપરિનમાં વપરાતા પ્રોટોન પંપ ઇન્ડિબિટર આ કેટેગરીમાં આવે છે. ક્રિસ્ટીન કહે છે તમારા ડોક્ટર સાથે ચર્ચા કરો. તેઓ તમને આ દવાઓના વિકલ્પો સૂચવી શકે છે અથવા તમને થોડા દિવસ બંધ કરવાની સલાહ આપી શકે છે.
• ભોજનમાં પોષક તત્ત્વોઃ ડો. ડેવિડ શો કહે છે કે, કેલ્શિયમ અને વિટામિન-ડી હાડકાંની મજબૂતી માટે મહત્ત્વપૂર્ણ પોષક તત્ત્વો છે. જો કેલ્શિયમ પૂરતું ન હોય તો શરીર તેને હાડકાંમાંથી ખેંચવાનું શરૂ કરે છે. જ્યારે, વિટામિન-ડી શરીરમાં કેલ્શિયમનો ઉપયોગ કરવામાં મદદ કરે છે. કેલ્શિયમ ડેરી ઉત્પાદનોમાંથી મળે છે. અડધા કલાકનો સૂર્યપ્રકાશ વિટામિન-ડી પૂરું પાડે છે.
• સપ્લિમેન્ટ્સમાંથી મદદઃ ડો. ક્રિસ્ટિન કહે છે કે જો તમને પૂરતું કેલ્શિયમ અથવા વિટામિન-ડી ન મળતું હોય તો તમે સપ્લિમેન્ટ્સ લઈ શકો છો.
એક ફૂડ ડાયરી બનાવો, તેમાં તમારી ખાવાની દિનચર્યા લખો. આ તમને જણાવશે કે તમે એક દિવસમાં કેટલું કેલ્શિયમ લઈ શકો છો. જો તમને નિર્ધારિત જથ્થા કરતાં ઓછું મળી રહ્યું હોય તો તમે નિષ્ણાતની સલાહ લીધા પછી તમારા આહારમાં ફેરફાર કરી શકો છો.
• રિસ્ક ફેક્ટર ઘટાડોઃ ઓર્થોપેડિક સર્જન ડો. પામેલા મહેતાના જણાવ્યા અનુસાર વધતી ઉમર સાથે પડી જવાના જોખમમાં ઘટાડો કરો. ઘરમાંથી અવ્યવસ્થિત વાયરિંગ અને લપસણી મેટ-ટાઈલ્સ તાત્કાલિક દૂર કરો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter