ઉંમર વધવાની સાથે મગજની સાંમજસ્ય બેસાડવાની ક્ષમતા ઘટવા લાગે છે. યાદશક્તિ સંબંધિત બીમારી જેમ કે ડિમેન્શિયા વગેરેનું જોખમ વધે છે. મેડિકલ જર્નલ ‘લાન્સેટ’માં પ્રકાશિત એક સંશોધનના તારણ મુજબ જો વધતી ઉમરે સાંભળવાની ક્ષમતાને સારી રાખવામાં આવે તો મગજની સાંમજસ્ય બેસાડવાની ક્ષમતામાં થતા ઘટાડાને 50 ટકા સુધી ઓછી કરી શકાય છે. ઓછું સંભળાવાની સ્થિતિમાં બીજાની વાતને સમજવા અને તેને પ્રોસેસ કરવામાં મગજની વધુ ઊર્જા વપરાય છે. આ ઉપરાંત, ઓછું સંભળાતા ભાવનાઓ અને માહિતીને નિયંત્રિત કરતા, યાદશક્તિને સંગ્રહિત કરતા અને ભાષાને સમજવામાં મહત્ત્વની ભૂમિકા ભજવતા ટેમ્પોરલ લોબ્સ ઝડપથી સંકોચાવા લાગે છે. આ સ્થિતિમાં હિયરિંગ એડનો ઉપયોગ અત્યંત ફાયદાકારક રહે છે.