હુક્કો પીવાથી બ્લડ ક્લોટિંગ અને હાર્ટ એટેકનો ખતરો

Friday 26th February 2021 00:39 EST
 
 

વોશિંગ્ટનઃ સ્મોકિંગ અંગે તાજેતરમાં કરાયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે હુક્કો પીવાનું લાંબા ગાળે જીવલેણ સાબિત થાય છે. હુક્કા દ્વારા ધુમ્રપાન કરવાથી હાર્ટ એટેક આવવાની શક્યતાઓ વધી જાય છે. સંશોધકોએ જણાવ્યું કે, હુક્કા દ્વારા ધુમ્રપાન કરવાથી શરીરમાં ગમે ત્યારે લોહી ગંઠાઈ જાય છે અને હાર્ટએટેક આવી શકે છે. આર્ટેરિયોસ્કલેરોરિસસ થ્રોમ્બોસિસ એન્ડ વેસ્ક્યુલર બાયોલોજી જર્નલમાં આ અભ્યાસ પ્રસિદ્ધ કરાયો છે. અભ્યાસમાં જણાવાયું છે કે, હુક્કા દ્વારા ધુમ્રપાન કરવાથી માત્ર ૧૧ સેકન્ડમાં જ લોહીમાં ક્લોટિંગ થવાનું શરૂ થઈ જાય છે. સામાન્ય રીતે આ ઘટનામાં પાંચ મિનિટ લાગતી હોય છે. યુનિવર્સિટી ઓફ ટેક્સાસના સંશોધકોએ જણાવ્યું કે, પશ્ચિમના દેશોમાં હુક્કો પીવાનું પ્રાણ વધી રહ્યું છે. તેમણે આ માટે ઉંદરો ઉપર પ્રયોગ કર્યો હતો. ઉંદરોને એક કાચની કેબિનેટમાં મૂક્યા હતા અને તેની સાથે હુક્કા જેવું જ એક મશીન લગાવવામાં આવ્યું હતું. તેમાં હુક્કાની જેમ નિકોટિન ખેંચાય અને ધુમાડો છૂટે તે રીતે વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉંદરો જે કેબિનેટમાં રખાયા હતા. તેના ઉપર સમયાંતરે ધુમાડો છોડવામાં આવ્યો હતો. થોડા સમય પછી અભ્યાસમાં જાણવા મળ્યું કે જે કેબિનમાં ધુમાડો છોડવામાં આવ્યો હતો તેમાં રહેલા ઉંદરોના હૃદયને ભારે નુકસાન પહોંચ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter