આપણા શરીરમાં હૃદયનું વિશેષ સ્થાન છે. હૃદય એ અંગ છે, જેનાથી શરીરમાં રક્ત પ્રવાહિત થાય છે. તેમાં થોડી પણ ઉણપ કે અવરોધ શરીર અને જીવન માટે જોખમી બની શકે છે. ખાણીપીણીથી માંડીને શારીરિક ગતિવિધિ સુધીની હૃદય પર અસર થતી હોય છે, પરંતુ આ ઉપરાંત બીજા ચાર પરિબળ એવા છે જે હૃદયની તંદુરસ્તીને સીધી અસર કરે છે. આ હૃદય સુધી પહોંચતા લોહીના પ્રવાહથી માંડીને હૃદયના ધબકારાને નિયંત્રિત કરે છે. જો તેમને સંતુલિત રાખવામાં આવે તો હૃદય લાંબા સમય સુધી તંદુરસ્ત રહી શકે છે અને તમે પોતે તંદુરસ્ત રહી શકો છો.
1) ઈન્ફ્લેમેશન
ઈન્ફ્લેમેશન શરીરને ખુદને હીલ કરવાની એક પ્રક્રિયા છે. પરંતુ અનેકવાર ઈમ્યુન સિસ્ટમ ખુદના ટિશ્યુને નુકસાન પહોંચાડવ લાગે છે. કેટલીક બાબતોમાં આર્ટરિઝની કોશિકાઓમાં પ્લેક વિકસિત થવા લાગે છે, જેનાથી હૃદયરોગનું જોખમ વધે છે.
ઉપાયઃ બીન્સ, નાશપાતી, ગાજર, નટ્સ અને ભોજનમાં આખું અનાજ સામેલ કરો. તેમાં મળતું ફાઈબર ઈન્ફ્લેમેશન ઘટાડે છે.
2) શારીરિક અને માનસિક તણાવ
તણાવ (સ્ટ્રેસ)થી શરીર પર મનોવૈજ્ઞાનિક અસર થાય છે. હૃદય સુધી પહોંચતો લોહીનો પ્રવાહ ધીમો થાય છે, જેના લીધે ધબકારા અને બીપીમાં વધારો થાય છે. લાંબો સમય આવી સ્થિતિ રહેવાથી ધમનીઓમાં કેલ્શિયમ જમા થવા લાગે છે. મેટાબોલિક અને હૃદય સંબંધિત બીમારીઓ થવા લાગે છે.
ઉપાયઃ દિવસમાં ઓછામાં ઓછું ત્રણ વાર ઓટ્સ, બ્રાઉન રાઈસ, ઘઉં, જવ વગેરેથી બનેલા ખાદ્યપદાર્થનું સેવન કરવાથી જોખમ 22 ટકા સુધી ઘટી જાય છે.
3) હાઈ બ્લડ પ્રેશર
હાઇ બ્લડ પ્રેશરનો અર્થ છે લોહી દ્વારા ધમનીની દિવાલો પર લગાવાતા ફોર્સ પ્રત્યે તે સાચી પ્રતિક્રિયા આપતી નથી. વધેલા બ્લડ પ્રેશરના શરૂઆતમાં કોઈ લક્ષણ દેખાતા નથી, પરંતુ તેનાથી ક્યારેક હૃદયને નુકસાન પહોંચી શકે છે.
ઉપાયઃ રોજ માત્ર 30 મિનિટ તેજ ગતિની કસરત કરીને 5થી 8 પોઈન્ટ સુધી બ્લડ પ્રેશર ઘટાડી શકો છો.
4) કોલેસ્ટ્રોલ
બેડ કોલેસ્ટ્રોલ કે એલડીએ લોહીમાં પ્રાપ્ત થતો એક પ્રકારની ફેટ છે, જેનું વધુ પ્રમાણ ધમનીને સાંકળી બનાવી શકે છે. લોહીનો માર્ગ અવરોધી શકે છે, જેનાથી હાર્ટ એટેકની આશંકા વધે છે.
ઉપાય: શરીરનું વજન નિયંત્રણમાં રાખો. જો ઓવરવેઈટ છો તો લગભગ 4 કિલો વજન ઘટાડીને ખરાબ કોલેસ્ટ્રોલને 8 ટકા સુધી ઘટાડી શકાય છે.