હે-ફીવર એલર્જીથી બચવાનો આયુર્વેદિક ઉપાય

ડો. કંચન શર્મા, આયુર્વેદા કન્સલ્ટન્ટ Wednesday 22nd August 2018 07:18 EDT
 
 

આપણામાંથી મોટા ભાગના સૌએ આ વર્ષે ઉનાળાનો આનંદ માણ્યો હશે, સિવાય કે જેઅો હે ફીવરથી પિડાય છે. 
ખોરાક, ધૂળ, પોલન, ફૂગ અથવા ખોડાને લીધે થતી એલર્જી એક પ્રકારની અતિસંવેદનશીલતાનું રિએક્શન છે. એલર્જી થવાનું મુખ્ય કારણ આમ (ટોક્સિન) જે અધૂરા પચેલા ખોરાકમાંથી બનેલો ચીકણો પદાર્થ છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે. તેને લીધે એલર્જીક રિએક્શન થાય છે. માનસિક અને ભાવનાત્મક તાણ એ એલર્જીક પ્રતિક્રિયાઓના પરિબળો પ્રદાન કરે છે. આયુર્વેદ અનુસાર વાત્, પિત્ત અને કફ એમ ત્રણ પ્રકારની એમ એલર્જી હોય છે. 
હે ફીવરથી બચવાના સરળ આયુર્વેદિક ઉપાય
ઠંડા અને વધુ ચરબીયુક્ત ચીઝ, યોગર્ટ અને માંસ જેવા ભોજનનો ઉપયોગ ઓછો કરીને તેને બદલે હૂંફાળો અને તાજો રાંધેલો ખોરાક ખાવો જોઈએ.
ભોજન પર હળદર, જીરું, ધાણા, તજ અને તેજપત્રનો મસાલો ભભરાવીને ખાવાથી એલર્જીને અંકુશમાં રાખી શકાય.
એલર્જીને અટકાવવા માટે હર્બલ ટીનું પણ સેવન કરી શકાય.
ઉકાળેલા પાણીમાં તુલસીના પાંચ પાન, બે ચમચી જેઠીમધ, તેજપત્ર, ચપટી તજ, ચપટી એલચીને પાંચ મિનિટ ઉકાળી હુંફાળુ પી જવું. વ્યક્તિગત પ્રશ્નો અને સારવાર માટે સંપર્ક કરો:
- ડો. કંચન શર્મા, આયુર્વેદા કન્સલ્ટન્ટ : 0044-7429683913
www.ayurvedaheaven.com
 email: [email protected]


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter