જો તમને પથારીમાં પડ્યા પછી ઊંઘ આવવામાં 20 મિનિટ કરતાં વધુ સમય લાગે છે તો તે ઓછી ઊંઘ, સ્લીપ ડિસ્ટર્બન્સ કે ખરાબ ઊંઘનો સંકેત હોઈ શકે છે. આથી ઉલ્ટું જો તમે પથારીમાં પડતાંની સાથે જ સુઈ જાઓ છો તો આ ઊંઘ પૂરી ન થવાનો સંકેત છે. પથારીમાં ગયા પછી ઊંઘ આવવામાં લાગતા સમયને સ્લીપ લેટેન્સી કહે છે. 10થી 20 મિનિટમાં આવી જતી ઊંઘ આવી જાય તો તે આદર્શ છે. સારી ઊંઘ માટે સ્લીપ લેટેન્સીનું ઘણું મહત્ત્વ છે. જો તમે પૂરતી ઊંઘ લેતા નથી તો ખરાબ કોન્સન્ટ્રેશન, ક્ષમતામાં અભાવ, ડાયાબિટીસ, સ્થૂળતા, ડિપ્રેશન, હૃદયરોગ અને એંગ્ઝાયટી જેવી બીમારીનું જોખમ વધે છે. આથી હંમેશા એ વાતની કાળજી લો કે શરીરને પૂરતી ઊંઘ મળી રહે.
• જો પથારીમાં પડતાં જ ઊંઘી જાઓ છો તો...
જો તમે પથારીમાં પડતા જ ઊંઘી જાઓ છો તો તેનો અર્થ છે કે શરીરને પૂરતી ઊંઘ મળી રહી નથી. આ ઊંઘ સંબંધિત વિકાર નાર્કોલેપ્સી અને આઈડિયોપેથિક હાઈપરસોમ્નિયાનો પણ સંકેત હોઈ શકે છે. બંનેમાં વ્યક્તિ દિવસે પણ અડધો ઊંઘમાં રહે છે.
• જો 20 મિનિટથી વધુ સમય લાગે છે તો...
જો તમને પથારીમાં ગયા પછી ઊંઘ આવવામાં 20 મિનિટથી વધુ સમય લાગે છે તો તેના અનેક કારણ હોઈ શકે છે. જેમ કે, દિવસે વધુ પડતું ઊંઘવું, જૂનો દુઃખાવો વગેરે. આ ઈન્સોમ્નિયાનો પણ સંકેત હોઈ શકે છે. લાંબી સ્લીપ લેટેન્સીને કારણે વ્યક્તિને પૂરતી ઊંઘ મળતી નથી.
સ્લીપ લેટેન્સીને આ રીતે માપો...
સ્લીપ લેટેન્સી માપવા માટે પોલીસોમ્નોગ્રાફી, મલ્ટીપલ સ્લીપ ટેલેન્સી ટેસ્ટ, મેઈન્ટેનન્સ ઓફ વેકફુલનેસ ટેસ્ટ થાય છે. ફિટનેસ બેન્ડથી પણ સ્લીપ લેટેન્સી જાણી શકાય છે. સ્લીપ લેટેન્સીના અભ્યાસથી ઊંઘ સંબંધિત વિકારો શોધવાનું સરળ બને છે. અને એક વખત સમસ્યાનું નિદાન થઇ ગયું તો તેની સારવાર પણ શક્ય બનશે જ.