હેલ્થ ટિપ્સઃ આ ફૂડ શરીરને વધુ 10 વર્ષ યુવાન રાખશે

Saturday 04th November 2023 05:41 EDT
 
 

ભોજનની આપણા શરીર અને મન ૫૨ સીધી અસર થાય છે. જેમાં કેટલાક એવા ખાદ્ય પદાર્થ હોય છે જે હૃદય, આંખોની રોશની અને સાંધાની હલનચલનને સીધી અસર પહોંચાડે છે. ‘ડ્રેસિંગ ઓન ધ સાઈડ’ની લેખિકા જેકલિન લંડનના અનુસાર ભોજનમાં જો વધુ એન્ટી-ઈન્ફ્લેમેન્ટરી ફૂડ્સને સામેલ કરાય તો શરીરને 10 વર્ષ સુધી વધુ યુવાન રાખી શકાય છે, કેમ કે ક્રોનિક ઈફ્લેમેશન એવી સ્થિતિ છે જેમાં સામાન્ય કામ કરવા માટે પણ શરીરને વધુ મહેનત કરવી પડે છે. આ કારણસર જુદા-જુદા અંગો ૫૨ વિપરીત અસર થાય છે. શરીરનાં જુદાં-જુદાં અંગો માટે આ રીતે પસંદ કરો આરોગ્યપ્રદ ભોજન

• મગજ માટે અખરોટ અને જવ
અખરોટ અને જવમાં પોલીફિનોલ અને પોલી અનસેચ્યુરેટેડ ફેટ હોય છે. આ પોષક તત્વો મગજની સાંમજસ્ય બેસાડવાની ક્ષમતાને વધારે છે. સાથે સાથે જ તેમાં વિટામન-બી વધુ પ્રમાણમાં હોવાથી યાદશક્તિ સુધરે છે.
• મજબૂત હૃદય માટે દાળ અને પાલક
દાળ, હોમોસિસ્ટીન એમિનો એસિડને નિયંત્રિત કરીને રક્તવાહિનીને નુકસાન થતું અટકાવે છે અને હૃદય મજબૂત રહે છે. જ્યારે પાલક બ્લડ પ્રેશર અને બ્લડ ગ્લુકોઝના સ્તરને સંતુલિત કરે છે.
• આંખો માટે મગફળી અને શિમલા મરચું
શિમલા મરચુંમાં વિટામન-એ, સી ઉપરાંત એન્ટીઓક્સિડેન્ટ્સ હોય છે, જે મોતિયો અને આંખ સંબંધિત સમસ્યાથી પણ બચાવે છે. મગફળીમાં વિટામિન-ઈ હોય છે, જે આંખના ટિશ્યુની સુરક્ષા કરે છે.
• સાંધા માટે દહીં અને મસાલા
દહીંનું વિટામિન-ડી કેલ્શિયમના અવશોષણમાં મદદ કરે છે. હેલ્થી ફેટ સાંધાને અંદરથી મોઈસ્ચરાઈઝ કરકે છે, જ્યારે મસાલામાં રહેલો એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ સાંધાનો દુઃખાવો દૂર કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter