એક્ટર વિલ સ્મિથ, જિમ કેરી, ટેનિસ પ્લેયર નોવાક જોકોવિચ જેવા સફળ હોલિવૂડ અને ટેનિસ સેલિબ્રિટિઝમાં એક વાત કોમન છે. આ દરેકને બેસ્ટ સેલર રાઈટર અને બ્રેઈન કોચ જિમ ક્વિકે માનસિક ક્ષમતા માટે તાલીમ આપી છે. જિમ ક્વિકની ટ્રેનિંગે જ આ સેલિબ્રિટિઝને સફળતાની ટોચે પહોંચવામાં મદદ કરી છે. તેઓ ખુદને મગજના પર્સનલ ટ્રેનર પણ કહે છે. જિમ કહે છે કે, સાતથી નવ કલાક પૂરતી ઊંઘ સાથે જો સ્ટ્રેસ મેનેજ કરી લેવાય તો મગજની સક્રિયતા કાયમ શ્રેષ્ઠ રહે છે. આ ઉપરાંત દરરોજ કંઈક ને કંઈક નવું શીખવું તેના ન્યૂરોન્સને સક્રિય રાખે છે.
ચાર અસરકારક નિયમ
1) ડાયેટ: ભોજનમાં બ્રોકલી અને અખરોટ સામેલ કરો. ખાદ્ય પદાર્થ જેમ કે બ્રોકલી, બ્લ્યુ બેરીઝ વગેરેમાં મોનોસેચ્યુરેટેડ ફેટ હોય છે. જે મગજના ન્યૂરોન્સને સંરક્ષિત કરે છે. આ જ રીતે બદામ અને અખરોટમાં રહેલું વિટામિન-ઈ પણ ન્યૂરોન્સને સંરક્ષિત કરે છે.
2) નકારાત્મક ન વિચારો: જો તમે પોતાના પ્રત્યે સતત નકારાત્મક રહો છો તો તે મગજને ‘ના’ માટે સેટ કરી દે છે. ઉદાહરણ તરીકે જો એમ વિચારો છો કે, તમે નામ યાદ રાખવામાં સારા નથી તો મુલાકાત કરનારા આગામી વ્યક્તિનું નામ યાદ રાખી શકશો નહીં. આથી હંમેશા સકારાત્મક વિચારો.
૩) વધુ મૂવમેન્ટની રીત શોધો: તમે કસરત કરો છો ત્યારે ન્યૂરો-ટ્રાન્સમીટર્સ ડોપામાઈન, સેરોટોનિન અને એન્ડોર્ફિન હોર્મોન રિલીઝ કરે છે. આ હોર્મોન્સ મગજની ક્ષમતા વધારવામાં મદદગાર છે. તમારું શરીર જેટલું સક્રિય રહેશે તેટલું મગજ માટે ફાયદાકારક છે.
4) ન્યૂટ્રિશનને પૂરા કરવા સપ્લિમેન્ટ્સ લોઃ શરીર માટે જરૂરી પોષક તત્વોને વધુને વધુ ભોજનમાંથી પ્રાપ્ત કરવાનો પ્રાયસ કરો. જેમ કે, તમે ઈંડા નથી ખાતા કે ડ્રાયફૂટ્સ ખાતાં નથી તો કોલાઈન, ઓમેગા-3 જેવા પોષક તત્વો માટે સપ્લીમેન્ટ્સ લેવાં જોઈએ. શરીરને કોઇ પોષક તત્વોની ખોટ વર્તાવી જોઇએ નહીં.