હેલ્થ ટિપ્સઃ આરોગ્ય માટે ખૂબ હિતકર છે દહીંનું સેવન

Saturday 01st June 2024 05:09 EDT
 
 

દહીંનું સેવન આરોગ્ય માટે ખૂબ હિતકર છે. તેમાં કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન્સ દહીંમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે, ઉપરાંત તેમાં લેક્ટોઝ, આયર્ન અને ફોસ્ફરસ પણ જોવા મળે છે. જે લોકોને હાર્ટને લગતી બીમારીઓ હોય છે, ડોકટરો તેમને દહીં ખાવાની સલાહ આપે છે, કારણ કે આવા લોકો માટે દહીંનું સેવન ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તમે પણ દહીંનું સેવન કરીને અનેક બીમારીથી બચી શકો છો.

• દહીં અને જીરું: જો તમારું વજન વધ્યું છે અને તમે તેને ઓછું કરવા માંગો છો, તો દહીં સાથે મિક્સ કરો જીરું... જીરું શેક્યા પછી તેને થોડું પીસી લીધા બાદ તેને દહીંમાં મિક્સ કરી રોજ એક વાટકી ખાઓ. આમ કરવાથી તમે વજન ઓછું કરી શકો છો.
• મધ અને દહીં: જો તમને મોઢામાં છાલા પડે છે. તો પછી તમે દહીંમાં એક ચમચી મધ નાંખીને ખાઓ. મધમાં એન્ટિ બેક્ટેરિયલ ગુણધર્મો છે. જે છાલાને મટાડવામાં મદદ કરે છે. આ સિવાય તે પેટને ઠંડું પણ કરે છે.
• દહીં અને મીઠું: એસિડિટીની સમસ્યાથી રાહત મેળવવા માટે દહીમાં મીઠું ભેળવીને ખાવું તે શરીરમાં એસિડ સ્તરને સંતુલિત કરે છે અને એસિડિટીમાં ફાયદો કરે છે.
• અજમો અને દહીં: જો કોઈને દાંતનો દુખાવો થાય છે. તો પછી દહીં અને અજમો ભેળવીને ખાઓ. તે દાંતના દુખાવાને દૂર કરવામાં મદદ કરે છે.
• દહીં અને મરી: જો તમે કબજિયાતની સમસ્યાથી પરેશાન થાય છે, તો પછી દહીંમાં કાળી મરી મિક્સ કરીને ખાઓ.
• ગરમીનો રામબાણ ઇલાજ: ગરમીમાં બહાર જતાં પહેલાં કે બહારથી આવ્યા પછી એક ગ્લાસ છાશમાં શેકેલા જીરાનો પાઉડર અને થોડો મરીનો પાઉડર નાખીને પીવો. તેનાથી તમને ગરમી લાગશે નહીં અને તમારી બોડીની હીટ ઓછી થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter