શિયાળામાં જ્યારે પણ તંદુરસ્તીની વાત આવે છે તો લોકો ડ્રાયફૂટ્સ, ઘી, દૂધ અને એવા જ પૌષ્ટિક ખોરાકની વાતો કરે છે, પરંતુ તેના ઉપરાંત કેટલાક એવા ફળ અને પદાર્થ છે, જે શરીર માટે સુપરફૂડની જેમ કામ કરે છે. તે ઈમ્યુનિટી વધારવાની સાથે શરીર માટે જરૂરી માઈક્રોન્યૂટ્રિયન્ટ્સની પૂર્તી પણ કરે છે. શરીરને અનેક બીમારીથી બચાવવામાં મદદ મળે છે.
આંબળા: ઈમ્યૂનિટી બૂસ્ટર
100 ગ્રામ આંબળામાં લગભગ 300 મિગ્રા વિટામિન-સી, ડાયેટરી ફાઈબર, એન્ટીઓક્સિડન્ટ, કેલ્શિયમ અને આયર્ન હોય છે. જે ઈમ્યુનિટીને બૂસ્ટ કરવામાં મદદ કરે છે, બીમારીનો ભોગ બનતાં અટકાવે છે.
ગોળ: ઈમ્યુનિટીને સુધારે છે
તેમાં મોટા પાયે આયર્ન હોય છે, જે એનીમિયાથી બચાવે છે. હિમોગ્લોબિન વધારે છે. શરીરને ડિટોક્સ કરીને ઈમ્યૂન સિસ્ટમ મજબૂત કરે છે, જેનાથી સામાન્ય શરદી-ખાંસીથી બચાવ થાય છે.
ગાજરઃ હૃદયને તંદુરસ્ત રાખે
ગાજરમાં ફાઈબર, વિટામિન-એ (બીટા કેરોટિન) અને અન્ય આરોગ્યપ્રદ કમ્પાઉન્ડ હોય છે, જે કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે. તેનાથી હૃદયની તંદુરસ્તી સારી રહે છે.
પાલક: બીપી, ડાયાબિટીસમાં રાહત
પાલક આયર્નનો શ્રેષ્ઠ સ્રોત છે, જે લોહીમાં ઓક્સિજનના સપ્લાયમાં મદદ કરે છે. અલ્ફાલિપાઈક એસિડ નામનું એન્ટીઓક્સિડન્ટ બ્લડ ગ્લૂકોઝના સ્તરને સંતુલિત કરે છે.