સ્ટ્રેસ (તણાવ)માં સૌથી પહેલી સલાહ સામાન્યએ જ હોય છે કે ઊંડો શ્વાસ લો. હાર્વર્ડ હેલ્થના અનુસાર જો શ્વાસોને નિયંત્રિત રીતે લેવામાં આવે તો તેનાથી માનસિક અને શારીરિક આરોગ્યના અનેક ફાયદા થાય છે. જો એક મિનિટમાં માત્ર 6 વાર શ્વાસ લેવામાં આવે તો તે શરીરને ઝડપથી શાંત થવામાં મદદ કરે છે. યુવાન વ્યક્તિ એક મિનિટમાં 12થી 16વાર શ્વાસ લે છે.
આ રીતે કામ કરે છે
એક મિનિટમાં 6 વાર શ્વાસ લેવાની પ્રેક્ટિસ ધબકારાની વચ્ચેના સમયનો ઉતાર-ચઢાવ સુધારે છે. તેનાથી હાટરેટ, બીપી અને શ્વાસ લેવાની ગતિ ત્રણેય એક લયમાં કામ કરવા લાગે છે. તેનાથી નર્વસ સિસ્ટમ સુધરે છે, તણાવ કાબુમાં આવે છે.
આ રીતે શ્વાસોચ્છશ્વાસની પ્રેક્ટિસ કરો
• કોઈ શાંત સ્થાને બેસો. પીઠને સીધી રાખો. ખભાને આરામદાયક સ્થિતિમાં રાખો, • હવે આંખો બંધ કરી ધીમે-ધીમે 5 સેકન્ડ સુધી નાક વડે શ્વાસ લો. આ દરમિયાન ફેફસાંમાં સંપૂર્ણપણે હવા ભરવાનો પ્રયાસ કરો. છાતી ફેલાવો. • હવે ધીમે-ધીમે 5 સેકન્ડ સુધી નાક અથવા મોઢાથી શ્વાસ છોડો. • ફેફસાને સંપૂર્ણપણે ખાલી કરવાનો પ્રયાસ કરો. આ અભ્યાસ 5 મિનિટ કરો.