કાળા મરી ભારતીય મસાલામાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે અને ખાવામાં તેનો જુદી જુદી રીતે ઉપયોગ થઈ રહ્યો છે. એક નવા સ્ટડીમાં જણાવાયું છે કે પૌષ્ટિક તત્ત્વોથી ભરપુર કાળા મરીનું મધ સાથે સેવન કરવામાં આવે તો તેનાથી હાર્ટએટેકથી બચી શકાય છે સાથે ડાયાબિટીસના દર્દીઓને પણ રાહત મળી રહી છે.
સ્ટડીમાં કહેવાયું છે કે કાળા મરી આરોગ્ય માટે ઘણા ફાયદાકારક છે. શરદી, ખાંસી તથા સળેખમ માટે પણ કાળા મરી એક સારી ઔષધિ તરીકે કામ કરી શકે છે જે લોકોને ખાંસીની તકલીફ રહેતી હોય તેઓ મધ સાથે કાળા મરીનું સેવન કરીને તેના ઘણા લાભો મેળવી શકે છે. કાળા મરીમાં રહેલી કાર્ડિપોટેક્વિટ એક્ટિવિટી હાર્ટની ગંભીર બીમારીઓથી બચાવી શકે છે તથા જોખમમાં ઘણો મોટો ઘટાડો કરી શકે છે. કાળા મરીનું સેવન કરવા માટે કાળા મરીના પાઉડરને ગરમ પાણીમાં ઉકાળીને મધ સાથે લઈ શકાય છે. બ્લડ સુગર કંટ્રોલ કરવામાં પણ કાળા મરી ફાયદાકારક હોવાનું સ્ટડીમાં જણાવાયું છે. નિયમિત ધોરણે કાળા મરી સાથે મધનું સેવન કરવામાં આવે તો બ્લડ સુગર નિયંત્રિત રહે છે. સાથે સાથે સોજાને ઓછો કરવામાં તથા મગજને તેજ બનાવવામાં પણ કાળા મરીનો સિંહફાળો રહેલો છે. સ્ટડીના લેખકોએ જે લોકોને સાંધામાં દુખાવાની ફરિયાદ રહેતી હોય તેમને કાળા મરીનું સેવન કરવાની સલાહ આપી છે.