હેલ્થ ટિપ્સઃ કાળી સૂકી દ્રાક્ષ આરોગો અને રોગપ્રતિકાર શક્તિ વધારો

Saturday 24th December 2022 08:40 EST
 
 

શિયાળાની ઋતુમાં ઇન્ફેક્શનનો ખતરો વધી જાય છે. ફૂગ અને બેક્ટેરિયા ઘણા રોગોનું કારણ બને છે. કાળી સૂકી દ્રાક્ષ તમને આ બીમારીઓથી રાહત આપી શકે છે. તેમાં પોલિફેનોલ્સ, ફાઈબર, પ્રોટીન, એન્ટિ ઓક્સિડન્ટ્સ, પોટેશિયમ સહિત ઘણા પોષક તત્ત્વ હોય છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોનું માનવું છે કે દૂધ સાથે સૂકી દ્રાક્ષનું સેવન શરીર માટે ફાયદાકારક છે.
કાળી સૂકી દ્રાક્ષના ફાયદા જોઇએ તો, તેમાં હાજર ફાઈબર પેટની સમસ્યાઓમાં રાહત આપે છે. તેના ઉપયોગથી ગેસ, સોજા, પેટ ફૂલવું, કબજિયાત અને અપચો જેવી અનેક સમસ્યાઓમાં રાહત મળે છે. તે શરીરના મેટાબોલિઝિમને બૂસ્ટ કરે છે. તેની સાથે આંતરડાનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.
આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે કે કાળી સૂકી દ્રાક્ષ ડાયાબિટિસ, અલ્ઝાઈમર, કેન્સર અને હૃદય સંબંધિત રોગોનું જોખમ ઘટાડે છે. સૂકી દ્રાક્ષને પાણીમાં પલાળીને તે તેને ચાવી ચાવીને ખાવાથી શરીર ફિટ રહે છે.
કાળી સૂકી દ્રાક્ષનું પાણી કબજિયાત મટાડી પેટને સાફ કરવામાં પણ મદદ કરે છે. તે પાચન સંબંધી રોગોમાં દવા તરીકે પણ વપરાય છે. કાળી સૂકી દ્રાક્ષમાં ઘણા પ્રકારના એન્ટિ-ઓક્સિડેન્ટ જોવા મળે છે, જે ત્વચાને સુધારે છે.
ઠંડીના દિવસોમાં શરીરની ઇમ્યુનિટી મજબૂત રહે તે જરૂરી છે. શરીરની રોગપ્રતિકાર શક્તિ મજબૂત હશે તો ઘણી બીમારીથી બચી શકશો. કાળી સૂકી દ્રાક્ષમાં વિટામીન સી હોવાના કારણે તે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં બહુ ઉપયોગી છે. સૂકી દ્રાક્ષને દૂધ સાથે ગરમ કરીને તે દૂધ પીવાથી તે રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. તેમજ તેમાં રહેલું કેલ્શિયમ હાડકાંને મજબૂત બનાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter