ખજૂર ખાવાથી ઘણા ફાયદા થાય છે. તેમાં આયર્ન ભરપૂર છે. તેમાં વિટામિન અને મિનરલ્સ ઘણાં બધાં આવેલાં છે. તેને રેગ્યુલર ખાવાથી કોલેસ્ટરોલ પણ ઓછું થાય છે. આ ઉપરાંત, તેનાથી હેલ્થના ઘણા ફાયદા થાય છે. જેમ કે,
• ખજૂરમાં કોલેસ્ટેરોલ નથી અને તેમાં ‘ફેટ’ પણ ઓછી છે. તેમાં વિટામિન અને મિનરલ્સ ઘણાં બધાં છે.
• તેમાં પ્રોટીન સારા પ્રમાણમાં છે. ઉપરાંત વધુ ફાઇબર્સ હોવાથી કબજિયાત, હાઇકોલેસ્ટરોલ માટે ફાયદાકારક છે. તેમાં વિટામિન બી-૧, બી-૨, બી-૩ અને બી-૫ આવેલાં છે અને વિટામિન એ-૧ અને સી પણ આવેલાં છે.
• તેનો સૌથી મોટો ફાયદો એ છે કે ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે, કારણ કે તેમાં નેચરલ શુગર રહેલી છે. જેમ કે, ગ્લુકોઝ, સુક્રોઝ અને ફુકટોઝ, તેનો વધુ ફાયદો લેવા માટે દૂધમાં ઉમેરીને લેવાથી દૂધમાં ગળપણનો (ખાંડનો) ઉમેરો કરવો પડતો નથી અને સ્વાદ અને પોષણ પણ મળે છે.
• ખજૂરમાં સોડિયમ અને પોટેશિયમ બન્ને આવેલાં છે. આથી તે નર્વ સિસ્ટમને બેલેન્સ કરવાનું કામ કરે છે. પોટેશિયમને જો જરૂરી માત્રામાં રેગ્યુલરલી લેવામાં આવે તો તે વ્યક્તિ ‘સ્ટ્રોક’થી દૂર રાખે છે. ઉપરાંત દિવસની ૨-૩ ખજૂર રેગ્યુલરલી ખાવાથી એલડીએલ કોલેસ્ટોરોલ ઓછું કરવામાં મદદરૂપ થાય છે.
• લોહીની ઉણપ હોય તેમને ખજૂર ખાવાનું ખાસ કહેવામાં આવે છે. ખાસ કરીને ૧૫-૧૬ વર્ષની છોકરીઓએ દરરોજ ખજૂર ખાવાનું રાખવું જોઈએ. ઉપરાંત મેનોપોઝ દરમિયાન પણ દરરોજ ૨-૩ ખજૂરનો ખાવાથી એનીમિયાના પ્રોબ્લેમથી દૂર રહેવાય છે.
• ખજૂર લેવાથી ઓવરઓલ સ્ટેમિના વધે છે. વારંવાર થાક લાગવો, બેચેની અનુભવવી, પગ દુખવા વગેરે પણ દૂર થાય છે.
• ખજૂર આંતરડાંના કેન્સર સામે પણ રક્ષણ આપે છે. તેમાં આવેલા ફાઇબર્સને કારણે કબજિયાત થતી નથી. ખજૂર ખાવાથી આંખો પણ સારી રહે છે.
• ખજૂરને મીઠાઈ સ્વરૂપે તેના રોલ્સ બનાવીને ખાંડ વગર ખાઈ શકાય છે.
• દરરોજ સવારે ભૂખ્યા પેટે ૨થી ૩ ખજૂર ખાવાથી પણ ફાયદો થાય છે.
• દરરોજ સવારે અથવા જ્યારે પણ કસરત કરવાની શરૂ કરો તે પહેલાં ૨-૩ ખજૂર ખાવાથી કસરત કરવા દરમિયાન એનર્જી વધુ રહેશે અને શરીરને પણ ફાયદો થશે.
• ઘણી વખત જમ્યા પછી કંઈક ગળ્યું ખાવાનું મન થતું હોય છે. આવા સમયે એકાદ ખજૂર ખાઈ લેવાથી મન સંતોષાશે અને વજન વધશે નહીં.