ગુજરાતી પરિવારો ઘઉંની રોટલી ખાવાનું પસંદ કરે છે. જો તમે તેને વધુ પૌષ્ટિક બનાવવા માંગતા હો, તો તમે એમાં ચણાનો લોટ ઉમેરીને રોટલી બનાવી શકો છો. ચણાના લોટની વાત કરીએ તો તે ઘઉંની રોટલીને વધુ ફાયદાકારક અને પૌષ્ટિક બનાવે છે. જો તમે આ રીતે રોટલી બનાવીને ખાશો તો તમને બંને દાણામાં રહેલા પોષક તત્ત્વો મળી જશે. સ્વાસ્થ્ય માટે પણ ઘણા ફાયદા થશે.
1. તમે સામાન્ય ઘઉંના લોટમાં અન્ય કોઈ પણ અનાજના લોટને મેળવીને રોટલી બનાવો છો, ત્યારે તે વધુ પૌષ્ટિક બને છે. ઘઉંના લોટમાં ચણાનો લોટ અથવા અન્ય દાળ અથવા અનાજનો લોટ ઉમેરીને તેને ઉચ્ચ પ્રોટીનથી સમૃદ્ધ બનાવી શકો છો, તો તેનાથી શુગર લેવલ તો કંટ્રોલ થશે પરંતુ વજન પણ ઘટશે.
2. તમે જ્યારે ચણાના લોટને ઘઉંના લોટમાં મેળવીને રોટલી બનાવો છો તો તેમાં ફાઈબર અને પ્રોટીનની માત્રા બમણી થઈ જાય છે. જેના કારણે તમારું પાચનતંત્ર પણ સ્વસ્થ રહે છે. જેના કારણે વજન વધવાનો ડર નથી રહેતો.
3. કાળા ચણામાંથી બનાવેલો લોટ અથવા ચણાનો લોટ ડાયાબિટીસમાં પણ ફાયદાકારક છે. જો તમે ચણાના લોટમાંથી બનેલી રોટલીનું સેવન કરો છો તો શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. આમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ખૂબ જ ઓછો છે.
4. કાળા ચણામાં પ્રોટીન, ફાઈબર તેમજ એન્ટિઓક્સિડેન્ટ, આયર્ન અને વિટામિન હોય છે. જો તમે કબજિયાતથી પરેશાન છો તો ઘઉંના લોટમાં ચણાનો લોટ મિક્સ કરીને રોટલી બનાવીને તેનું સેવન કરી શકો છો. તમને ફાયદો જોવા મળશે.
5. જો તમારું કોલેસ્ટ્રોલ લેવલ વધારે રહે છે તો ઘઉંના લોટમાં ચણાનો લોટ મિક્સ કરીને તેને મેળવો ને તેમાંથી બનેલી રોટલી ખાઓ. તેનાથી બેડ કોલેસ્ટ્રોલનું સ્તર વધતું નથી.