કેટલાક લોકો એવા પણ હોય છે, જે પરસ્પરની બોલાચાલી દરમિયાન થયેલી વાતોને બહુ ગંભીરતાથી દિલોદિમાગ પર લઇ લે છે. પરસ્પરના વાદવિવાદ વખતે આવા લોકો જવાબ આપતા નથી, પરંતુ સાંજે ઘરે પહોંચી ગયા બાદ કલાકો સુધી એ બાબતોને લઇને સતત વિચારતા રહે છે, જે બાબતો વિવાદ દરમિયાન તેઓ કહેવા માંગતા હતા પરંતુ કહી શક્યા ન હતા. પરસ્પરના વાદવિવાદ અથવા તો બોલાચાલીમાં પોતે કે સામેની વ્યક્તિ ક્યાં ખોટા હતા તે અંગે સતત વિચારતા રહે છે. લાખ પ્રયાસો છતાં આ પ્રકારનાં વિચારો સતત મગજમાં આવતા રહે છે. આ પ્રકારનાં વિચારોને રોકવામાં સફળતા મળતી નથી. આવા વિચારોને નહીં રોકી શકવાની પ્રવૃતિને રૂમિનેટિંગ અથવા તો એક પ્રકારની ચિંતાની જાળ તરીકે કહેવામાં આવે છે. જ્યારે તમારી ચિંતાની એક પ્રકારની જાળ દ૨રોજની જવાબદારીને વિપરિત અસર કરવા લાગે ત્યારે સમજી લેવાની જરૂર હોય છે કે તમે આનો શિકાર થઇ ગયા છે. તાજેત૨માં જ કરવામાં આવેલા એક અભ્યાસમાં આ મુજબની બાબત સપાટી પર આવી છે. અભ્યાસ મુજબ અમેરિકાનાં ડો. ટ્રેસી માર્ક્સ માને છે કે, આ કોઇ ખરાબ માનસિક સ્થિતિ નથી, પરંતુ તેના કરતાં પણ મોટી સમસ્યા છે. ચિંતાની પોતાની ક્ષમતા હોય છે. જો મગજમાં કામ કરતી બ્રેક કન્ટ્રોલ બહાર થઇ જાય તો તે રેડ એલર્ટ છે.
ત્યાં સુધી ચિંતન ખરાબ નથી
જ્યાં સુધી સ્ટ્રેસફૂલ ન બને ત્યાં સુધી ચિંતન ખરાબ નથી. હાલત ખરાબ હોવાની સ્થિતિમાં તે અન્ય પ્રકારની બીમારીઓ સર્જી શકે છે. આથી જ ઓવરથિંકિગ જો કાબૂમાં ન રહે તો ચોક્કસપણે થેરાપી લેવાની જરૂર છે. ભૂતકાળને ભૂલીને વર્તમાનમાં તમે જ્યાં છો તે પળો પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.