સારાં આરોગ્ય માટે પાણી જરૂરી છે. શરીરના 50થી 60 ટકા હિસ્સામાં પાણી હોય છે અને તે પ્રમાણને જાળવવું મહત્ત્વનું છે. આમ તો, તમારે દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ તેવી વાસ્તવિક ભલામણ કરાતી નથી પરંતુ, પાણી, અન્ય પીણાં અને ખોરાક થઈને રોજ કેટલું પ્રવાહી લેવું જોઈએ તેની ભલામણ અવશ્ય કરાય છે.
આરોગ્ય નિષ્ણાતો સામાન્યપણે સ્ત્રીઓ માટે પ્રતિ દિવસ11.5 કપ અને પુરુષો માટે 15.5 કપ પાણી પીવાની સલાહ આપે છે. સામાન્ય રીતે ખોરાક લેવાથી શરીરમાં દૈનિક પાણી કે પ્રવાહીની 20 ટકા જરૂરિયાત સંતોષાય છે અને બાકીની 80 ટકા દૈનિક જરૂરિયાત સાદા પાણી સહિતના પ્રવાહીથી પૂર્ણ કરી શકાય. આનો અર્થ એ કે સ્ત્રીઓએ દરરોજ 9 કપ અને પુરુષોએ આશરે 13 કપ પ્રવાહી પીવું જોઈએ. દરેક વ્યક્તિ માટે પ્રવાહી લેવાની જરૂરિયાત અલગ હોય છે. શરીરમાંથી પરસેવા, મળ અને મૂત્રવિસર્જન અને શ્વાસોચ્છવાસ મારફત પ્રવાહી ઓછું થાય છે. તમારી પ્રવૃત્તિઓનું પ્રમાણ, આબોહવા અને શારીરિક આરોગ્ય જેવાં પરિબળો પણ તમારા પ્રવાહીનું પ્રમાણ ઘટવા અને જરૂરિયાતમાં ભાગ ભજવે છે. માતાનું ધાવણ અથવા ઈન્ફન્ટ ફોર્મ્યુલાનું પોષણ બરાબર મળતું હોય તેવાં 6 મહિનાથી નાનાં નવજાત બાળકને પાણી આપવાની જરૂર રહેતી નથી. જ્યારે બેબીને ખોરાક આપવાનો સમય થાય ત્યારે દિવસમાં 4થી 8 ઔંસ સુધી પાણી આપી શકાય. તેઓ 5 વર્ષનાં થાય ત્યાર પછી તેનું પાણીનું પ્રમાણ વધારી શકાય છે.
પાણી પીવાથી મળતા અપાર લાભ
• શરીરનું તાપમાન જળવાય
• શરીરના સાંધાઓને લચીલા અને સ્નિગ્ધ રાખે
• ટિસ્યુઝને રક્ષણ આપે
• મૂત્રવિસર્જન, પરસેવા અને આંતરડાના હલનચલનથી કચરાનો નિકાલ કરે
• તંદુરસ્ત વૃદ્ધાવસ્થા લાવે v ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ ઘટાડે
• વજન જાળવવામાં મદદ
• કબજિયાત અટકાવે
• યાદશક્તિ અને જ્ઞાનેન્દ્રિયોની કામગીરી સુધારે
• ત્વચાને સૂકી પડવા ન દે
• કસરતની ક્ષમતાને મહત્તમ બનાવે
• હાર્ટ ફેઈલ્યોરને અટકાવવામાં મદદ
• બીમારીમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવાથી સાજા થવાની પ્રક્રિયા ઝડપી બને છે.