જાણો કોરોના સાથે જોડાયેલા ૪ પ્રચલિત ટેસ્ટ અંગે...
• આરટી-પીસીઆર ટેસ્ટ
આ ટેસ્ટ શું છે? કોરોના વાઇરસની તપાસની રીત છે. જેમાં વાઇરસના આરએનએની તપાસ કરાય છે. આરએનએ વાઇરસનું જિનેટિક મટીરિયલ છે.
આ પદ્વતિ શું છે? નાક અને ગળાના તાળવામાંથી સ્વેબ લેવાય છે. આ ટેસ્ટ લેબમાં જ કરાય છે. રિઝલ્ટ આવતાં કેટલો સમય લાગે છે - ૧૨થી ૧૬ કલાક.
એક્યુરસી કેટલી?ઃ ટેસ્ટિંગમાં આ પદ્વતિની વિશ્વસનીયતા લગભગ ૬૦ ટકા છે. કોરોનાના ચેપ લાગ્યો હોવા છતાં પણ ટેસ્ટ નેગેટિવ આવી શકે છે. આથી આ ટેસ્ટ સાથે દર્દીમાં લક્ષણો પણ જોવા જરૂરી છે.
• રેપિડ એન્ટિજન ટેસ્ટ
આ ટેસ્ટ શું છે? ‘રેટ’ના ટૂંકા નામે ઓળખાતા આ ટેસ્ટમાં કોરોના સંક્રમણના વાઇરસની તપાસ કરાય છે.
આ પદ્વતિ શું છે? નાકમાંથી સ્વેબ લેવાય છે. વાઇરસમાં મળતા એન્ટીજનની ખબર પડે છે વ્યક્તિને કોરોના સંક્રમિત છે કે નહીં. રિઝલ્ટ આવતાં કેટલો સમય લાગે છે - ૨૦ મિનિટ.
એક્યુરસી કેટલી? જો ટેસ્ટ પોઝિટિવ છે તો તેની વિશ્વસનીયતા લગભગ ૧૦૦ ટકા છે, પરંતુ ૩૦થી ૪૦ ટકા કેસમાં સંક્રમણના સંકેત હોવા છતાં ટેસ્ટ નેગેટિવ રહી શકે છે. આ સંજોગોમાં RT-PCR ટેસ્ટ કરીને સંક્રમણ છે કે નહીં તેની ખાતરી કરાય છે.
• ટ્રુ નેટ ટેસ્ટ
આ ટેસ્ટ શું છે? ટ્રુ નેટ મશીન દ્વારા ન્યુક્લિક એમ્પ્લિફાઇડ ટેસ્ટ કરાય છે. અત્યારે મશીનથી TB અને HIVની તપાસ કરાય છે. હવે કોરોનાનો સ્ક્રીન ટેસ્ટ કરાઇ રહ્યો છે.
આ પદ્વતિ શું છે? નાક કે ગળામાંથી સ્વેબ લેવાય છે. જેમાં વાઇરસના ન્યુક્લિક મટીરિયલને બ્રેક કરીને DNA અને RNAની તપાસ કરાય છે. રિઝલ્ટ આવતાં કેટલો સમય લાગે છે - ત્રણ કલાક
એક્યુરસી કેટલી? ૬૦થી ૭૦ ટકા દર્દીમાં કોરોના સંક્રમણની સંભાવના બતાવે છે. નેગેટિવ આવતાં RT-PCR ટેસ્ટ કરીને ડબલ ચેક કરી શકાય છે.
• એન્ટીબોડી ટેસ્ટ
આ ટેસ્ટ શું છે? શરીરમાં ભૂતકાળમાં થયેલા કોરોના વાઇરસના સંક્રમણની તપાસ માટે થતો આ ટેસ્ટ છે. સંક્રમિત વ્યક્તિનું શરીર લગભગ એક સપ્તાહ પછી સંક્રમણ સામે લડવા માટે એન્ટીબોડી બનાવે છે. નવમા દિવસથી માંડીને ૧૪મા દિવસ સુધીમાં એન્ટીબોડી બની જાય છે.
આ પદ્વતિ શું છે? લોહીનું સેમ્પલ લઇને કરાય છે. રિઝલ્ટ આવતાં કેટલો સમય લાગે છે - એક કલાક
એક્યુરસી કેટલી? કોરોના વાઇરસની શરીરમાં હાજરીની સીધી ખબર પડતી નથી. માત્ર એન્ટીબોડીના હાજરીની માહિતી મળે છે. તેનાથી એ ખબર પડે છે કે વ્યક્તિને ક્યારેક ઇન્ફેક્શન થઇ ચૂક્યું છે. સંક્રમણ હળવું હોય તો ક્યારેક એન્ટીબોડી ટેસ્ટમાં પકડાતું નથી.