હેપ્પીનેસ એક્ટપર્ટ પાસેથી જાણો જીવનમાં ખુશ રહેવાના ત્રણ સરળ નિયમ. હેપ્પીનેસ અને વેલનેસ સંબંધિત સ્ટાર્ટઅપ ધ ન્યૂ હેપ્પીની સંસ્થાપક અને હેપ્પીનેસ એક્સપર્ટ સ્ટેફની હેરિસન જણાવે છે કે, સમૃદ્ધિનો મંત્ર આપણા કુટુંબના મૂળમાં છે. હેરિસન કહે છે કે, તેમની માતાએ તેમને જીવનને આનંદિત બનાવવાના કેટલાક નિયમ જણાવ્યા હતા. આ એવા નિયમો છે જેનો ઉપયોગ કોઈને સાચો માર્ગ બતાવવા અને તેના જીવનને પ્રફુલ્લિત બનાવવા માટે કરી શકાય છે. આ ત્રણ સરળ નિયમ છે, જે તમને સફળ થવામાં પણ મદદરૂપ બનશે. જેમ કે,
• ખુશી માટે કામ કરોઃ માત્ર એ કામ ૫૨ ફોકસ કરો, જે તમને ખુશી આપતું હોય, જેનાથી સંતોષ પ્રાપ્ત થાય. તમને ખુશી આપનારી દરેક તકની એક યાદી બનાવો. આ કામને પોતાના રોજિંદા કાર્યોમાં લાગુ કરો. યાદ રાખો... આપણે કાયમ ખુશ રહી શકીએ નહીં. માત્ર ખુશી ઉદ્દેશ્ય છે તો જીવનમાં આવતા ઉતાર-ચઢાવ તમને નિરાશાથી ભરી શકે છે.
• મન મંજૂરી ન આપે તો ના કરોઃ મન આપણને ગેરમાર્ગે લઈ જઈ શકે છે. એ જ મન તમારા જીવનને પાટે પણ ચઢાવી શકે છે. મન જે કામ કરવાની ના પાડે તે કરવું નહીં. કેમ કે તેને તમે સંપૂર્ણ એ ક્ષમતા સાથે કરી શકશો નહીં. આથી કામનાં પરિણામ પણ એવા નહીં આવે જે તમે ઈચ્છો છો. એ કામ અને એવા લોકો સાથે કામ કરો જેમને તમે પસંદ કરો છો.
• સાચી તકને ઓળખોઃ બધી તક તમારા માટે હોતી નથી. અનેક વાર તમે પોતાની ક્ષમતાનો ખોટો અંદાજ લગાવીને પોતાને દરેક કામ માટે ફિટ માનવા લાગો છો. હકીકતમાં જ્યારે તક આવે છે ત્યારે તે સાથે જવાબદારી પણ લઈને આવતી હોય છે. આ નિયમ વિદ્યાર્થીઓ માટે છે. દરેક તકની તરફ દોડવું ઉચિત નથી. પોતાની લાયકાતને ઓળખવી જોઈએ.