સ્માર્ટફોન અને ટેક્નોલોજીના આ જમાનામાં લોકો ડિજિટલ ડિટોક્સ લઈ રહ્યા છે. જેમાં લોકો મર્યાદિત સમય માટે સોશિયલ મીડિયાથી દૂરી બનાવે છે, પણ એક્સપર્ટ્સ કહે છે કે આટલું માત્ર કરીને સોશિયલ મીડિયાની આદતથી છૂટવું સહેલું નથી. સોશિયલ મીડિયાની આ માયાજાળમાંથી બહાર નીકળવા માટે આપણે બીજો કોઈ રસ્તો શોધવો પડશે.
સેલફોર્સના ચીફ એક્ઝિક્યુટિવ માર્ક બેનિઓફ 10 દિવસ માટે ડિજિટલ ડિટોક્સ પર રહ્યા હતા. તેમણે ‘ન્યૂ યોર્ક ટાઈમ્સ’ને જણાવ્યું કે આપણને આપણા સ્માર્ટફોનનું વ્યસન લાગી ચૂક્યું છે. અને આ વળગણ છોડીને પોતે મુક્તિ અનુભવી રહ્યા છે. જ્યારે બીજી બાજુ ‘ધ શૈલો’ પુસ્તકના લેખક નિકોલ કૈર માને છે કે ડિજિટલ ડિટોક્સ એ દારૂનો નશો છોડાવા સમાન છે. ‘ડિજિટલ ડિસ્ટ્રકશન અને ઈમ્પોર્ટન્ટ ઓફ રેસ્ટ’ના લેખક સુજંગ-કિમ વૈંગ જણાવે છે કે માત્ર થોડા દિવસ ફોનથી દૂર રહેવું પૂરતું નથી. મુશ્કેલી એનાથી ઘણી મોટી છે કારણ કે 10 દિવસ ફોનથી દૂર રહીને 11મા દિવસે તમે ફરી એની વચ્ચે આવી જશો. ડિજિટલ ડિટોક્સ પર 21 અભ્યાસો પછીની સમીક્ષા બાદ જાણવા મળ્યું હતું કે કેટલાક કિસ્સામાં પરિણામો વિપરિત પણ આવ્યાં હતાં. વિચારો 2010માં ટેકનોલોજીથી દૂર રહેવું તમારા માટે અઘરું ન હતું જ્યારે આજે માનસિક શાંતિ કે વેકેશનમાં જવા માટેના ડોક્યુમેન્ટસ હોય કે પછી ફોટોસ માટે ફોન પર જ આધારિત થઈ ગયા છીએ.
કેલિફોર્નિયા યુનિવર્સિટીના ન્યુરોલોજીના પ્રોફેસ૨ એડમ ગેગેલના જણાવ્યા અનુસાર ડિજિટલ ડિટોક્સ માટે દ૨રોજ તેનાથી અંત૨ બનાવવું પડશે. આ માટે તમારે નોટિફિકેશન બંધ રાખવા જરૂરી છે. જ્યારે ફોનની જરૂર ન હોય ત્યારે તેને તમારાથી દૂર જ રાખો. ઘણી માનસિક રાહત અનુભવશો.