કોઇ પણ જાતની ઈજા પહોંચે ત્યારે શરીર લોહીને વહી જતું અટકાવવા માટે ઈજાવાળા સ્થાન પર આપમેળે જ લોહીની ગાંઠ બનાવીને તેને થીજાવી નાખે છે. આ પ્રક્રિયાને ક્લોટિંગ કહે છે. શરીરમાં આંતરિક ઈજા પણ થતી હોય છે. બ્લિડિંગ બંધ થયા પછી ક્લોટ ધીમે ધીમે તુટી જાય છે અને તેના અવશેષ ધીમે ધીમે મુખ્ય ધારામાં ભળી જાય છે. બ્લડમાં રહેલી આ પ્રોડક્ટમાંથી એક ડી-ડાઈમર પ્રોટીન હોય છે. ડી-ડાઈમર પ્રોટીનનું ઉચ્ચ સ્તર ફેફસાં કે નસોમાં ગાંઠો બનાવવાનો સંકેત છે. શરૂઆતમાં તેનાં લક્ષણ દેખાતાં નથી. આ જીવલેણ હોઈ શકે શકે છે. તો આવો આજે આપણે જાણીએ ડી-ડાઈમર સંબંધિત હકીકત...
• ડી-ડાઈમર ટેસ્ટ એટલે શું?
આ ટેસ્ટ દ્વારા લોહીમાં રહેલા પ્રોટીન ડી-ડાઈમરને માપવામાં આવે છે. ડી-ડાઈમર બ્લડ ક્લોટના તૂટવાથી બનતું પ્રોટીન છે. લોહીમાં તેના પ્રમાણને આધારે શરીરમાં બ્લડ ક્લોટિંગની આશંકા જાણી શકાય છે.
• ટેસ્ટ ક્યારે કરાય છે?
ઈમ્યુન સિસ્ટમ ડિસઓર્ડર, હીમોફીલિયા, ઘૂંટણની રિપ્લેસમેન્ટ સર્જરી કે ઘૂંટણની ઈજા પછી લોહીની ગાંઠો જામી જવી, ગર્ભાવસ્થા દરમિયાન કે પ્રસૂતિ પછી અથવા કેટલાક પ્રકારના કેન્સરની તપાસમાં આ ટેસ્ટ કરાવાય છે.
• તેની સામાન્ય રેન્જ શું છે?
તેને લોહીમાં મિલીગ્રામ પ્રતિ લિટરમાં મપાય છે. લોહીમાં તેનું સામાન્ય પ્રમાણ 0.50 મિગ્રા/લિટરથી ઓછું હોય છે. તેનાથી વધુ પ્રમાણ પોઝિટિવ ડી-ડાઈમર કહેવાય છે, જે એ વાતનો સંકેત છે કે, વ્યક્તિના લોહીમાં ગાંઠો જામી રહી છે.