સિંગઃ એ ગરીબોની બદામ ગણાય છે. તેમાં વિટામિન ‘ઈ’, ફોલેટ, નિયાસીન, મેંગેનીઝ અને પ્રોટીન ભરપૂર પ્રમાણમાં છે. તેમાં આવેલું એન્ટિઓક્સિડન્ટ હૃદયરોગો અટકાવવામાં ઉપયોગી છે.
• તેમાં મોનોસેચ્યુરેટેડ ફેટ આવેલી છે. તે સારી ફેટ છે અને શરીરમાં ખરાબ કોલેસ્ટેરોલ (LDL) ઓછું કરવામાં મદદરૂપ થાય છે.
• ફાઇબર્સથી ભરપૂર સિંગ પાચન માટે સારી છે. તેના લીધે કબજિયાત દૂર થાય છે. દરરોજ એક મૂઠી સિંગ લેવાથી કોલોન કેન્સર થવાના ચાન્સ ઘટી જાય છે. વળી, તેનાથી પથરી થતી નથી.
• સિંગમાં આવેલાં કેલ્શિયમ અને વિટામિન ‘ડી’થી હાડકાં અને દાંત મજબૂત રહે છે. તેનાથી ઓસ્ટિઓપોરોસિસથી બચી શકાય છે.
તલ: ૧૦૦ ગ્રામ તલમાં ૫૮૩ કેલરી આવેલી છે. તેમાં વધુ પડતી ‘ફેટ’ છે, પરંતુ તેમાં મિનરલ્સ, એન્ટિઓક્સિડન્ટ્સ અને વિટામિન ભરપૂર છે.
• તલમાં રહેલી ‘ફેટ’નું પ્રમાણ શરીરમાં ખરાબ કોલેસ્ટેરોલને ઓછું કરવામાં મદદરૂપ થાય છે અને સારા કોલેસ્ટેરોલને વધારી હૃદયરોગો સામે રક્ષણ આપે છે. તેમાં પ્રોટીન ભરપૂર છે. તેમાં આવેલા ‘એમિનો એસિડ’ બાળકોના વિકાસ માટે ખૂબ જરૂરી છે. ૧૦૦ ગ્રામ તલમાં ૧૮ ટકા પ્રોટીન આવેલું છે.
• તેમાં વિટામિન અને મિનરલ્સ ભરપૂર છે. તેમાં રહેલાં બી-કોમ્પ્લેક્સ, વિટામિન અને ફોલિક એસિડનું સેવન પ્રેગ્નન્સી દરમિયાન કરવામાં આવે તો ગર્ભસ્થ શિશુના વિકાસ માટે મદદરૂપ થાય છે.
• તલમાં કેલ્શિયમ, આયર્ન, મેંગેનિઝ, ઝિંક, મેગ્નેશિયમ અને સિલેનિયમ ભરપૂર આવેલાં છે. આ વિટામિનથી હાડકાં મજબૂત થાય છે. શરીરમાં ‘રેડ સેલ’ વધુ બને છે. હોર્મોન વધુ બને છે અને હાર્ટના રોગોથી દૂર રહેવાય છે.