હેલ્થ ટિપ્સઃ દહીં-ગોળ સાથે આરોગો, સ્વાસ્થ્યને ફાયદો થશે

Saturday 04th May 2024 06:44 EDT
 
 

ઘણા લોકો દહીં અને ગોળ એકસાથે ખાતા હોય છે. કેટલાક લોકોને આ કોમ્બિનેશન વિચિત્ર લાગી શકે છે પરંતુ હકીકતમાં દહીં સાથે ગોળ ખાવાથી સ્વાસ્થ્ય અને ઘણા બધા ફાયદા થાય છે. દહીં અને ગોળમાં ઘણા બધા પોષક તત્ત્વો હોય છે. જો શરીરમાં લોહી ઓછું હોય એટલે કે એનિમિયાની તકલીફ હોય તો ગોળ અને દહીંનું સેવન કરવાથી ફાયદો થાય છે. ગોળમાં એન્ટિઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે જે શરીરને ઘણી બધી બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. દહીંમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય છે જે પણ સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તો ચાલો આજે આપણે જાણીએ દહીં અને ગોળ સાથે ખાવાના ફાયદા વિશે...
• રક્તની ઊણપ દૂર થાય... જે લોકોને શરીરમાં લોહી ઓછું હોય એટલે કે એનિમિયા હોય તેમણે દહીં અને ગોળ ખાવા જોઈએ. દહીં અને ગોળ રોજ ખાવાથી શરીરમાં રક્ત વધે છે અને એનિમિયાની તકલીફ દૂર થાય છે.
• પાચન સુધરે... કબજિયાત, પેટ ફૂલવું, ઊલટી જેવી તકલીફો ત્યારે વધારે થાય છે જ્યારે પાચનતંત્ર બરાબર કામ કરતું ન હોય. જો તમે દહીં અને ગોળનું સેવન રોજ કરો છો તો તેનાથી પાચનતંત્ર દુરસ્ત થાય છે. તેનાથી પાચન સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં મદદ મળે છે.
• વજન ઘટાડવામાં ઉપયોગી... જો તમે વધતા વજનને લઈને પરેશાન છો તો રોજના આહારમાં દહીં અને ગોળનો સમાવેશ કરવાની શરૂઆત કરી દો. દહીં અને ગોળ સાથે ખાવાથી પેટ કલાકો સુધી ભરેલું રહે છે જેના કારણે વજન ઘટાડવામાં સરળતા રહે છે.
• રોગપ્રતિકારક શક્તિમાં વધારો... જો તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી હોય અને તમે વારંવાર બીમાર પડતા હોય તો અવશ્ય દહીં અને ગોળ ખાવા જોઈએ. દહીં-ગોળનું મિશ્રણ તમારી ઇમ્યુનિટીને મજબૂત બનાવશે, અને અનેક રોગોથી બચાવશે. શરદી-ઉધરસ જેવી ઋતુગત બીમારીથી બચી જશો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter