ખારેક લાંબો સમય ટકી શકે છે. તેમાં કેલ્શિયમ, ફાઇબર અને વિટામીન-સી જેવા કેટલાય પોષકતત્વો પણ હોય છે. જો તેનું દૂધ સાથે સેવન કરવામાં આવે તો તેના ગુણ વધી જાય છે. દરરોજ, ખાસ તો શિયાળામાં દૂધમાં ખારેક ઉકાળીને પછી તેનું સેવન કરાય તો કેટલીય બીમારીઓને દૂર રાખવા સાથે સ્વાસ્થ્ય જળવાયેલું રહે છે. ખારેક અને દૂધ બંને જ કેલ્શિયમથી સમૃદ્ધ હોય છે. એ સંજોગોમાં જો બંનેનું સાથે સેવન કરવામાં આવે તો હાડકાં મજબૂત થાય છે. તેના ઓસ્ટિયોપોરોસિસ, આર્થરાઇટિસ જેવી હાડકાં સાથે જોડાયેલી સમસ્યા દૂર થાય છે. ખારેકમાં પોટેશિયમ અને ફાઈબરનો જથ્થો ઘણો હોય છે, તેનાથી ખોરાકને પચાવવામાં મદદ મળે છે, તો દૂધ પણ પેટમાં પાચનમાં મદદ કરે એવા પાચકરસને વધારે છે. આથી કબજિયાત અને પેટમાં દુઃખાવા જેવી પરેશાની દૂર થાય છે.
દૂધ અને ખારેકના સેવનથી દાંત પણ સ્વસ્થ બની રહે છે. એ દાંતોને મજબૂત કરીને સડતાં બચાવે છે. દૂધ અને ખારેકનું સાથે સેવન થોડા જ દિવસમાં ચામડીમાં નિખાર લાવે છે. તે કેટલાય વિટામીનોની ઉણપને દૂર કરીને લોહીના પ્રવાહને દુરસ્ત રાખવામાં મદદ કરે છે. તેનાથી વાળ ઉતરવાની સમસ્યા પણ ઘટે છે. દૂધની સાથે ખારેક રોજ લેવાથી લોહીમાં સુગરનું પ્રમાણ સરખું રાખવામાં મદદ મળે છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ઘણું જરૂરી છે. ખજૂરથી વધુ કેલેરી ખારેકમાં હોય છે તેથી દૂધ સાથે લેવામાં આવે તો પાતળા લોકોનું વજન આરોગ્યપ્રદ તરીકે વધારે છે. તેનું રોજ સેવન કરવાથી એક મહિનામાં તમારા શરીરમાં ફરક જણાવે માંડે છે.