દૂધી એવું શાક છે કે જે મોટા ભાગના ઘરમાં જોવા મળે છે. તેમાંથી માત્ર શાક જ નહીં, જાતભાતના અન્ય વ્યંજન બનાવી શકાય છે. જેમ કે, જ્યૂસ, થેપલાં, મૂઠિયાં ગુજરાતીઓમાં પ્રખ્યાત છે. દૂધી પચવામાં ઘણી હલકી છે. તેમાં કેલરી ઘણી ઓછી છે. પાણીથી ભરપૂર છે અને કોઈ પણ ઉંમરની વ્યક્તિ સહેલાઇથી તેનું પાચન કરી શકે છે.
• દૂધીમાં સોડિયમ અને પોટેશિયમ બન્ને વધુ પ્રમાણમાં છે. આથી બ્લડ પ્રેશરના દર્દી દૂધી પર મીઠું નાખ્યા વગર ખાઈ શકે છે. • જેમને પાચનના પ્રોબ્લેમ હોય તેવા લોકો અથવા ડાયાબિટીસ, હાર્ટના દર્દીઓ અને દરેક ઉંમરની વ્યક્તિ તેને ખાઇ શકે છે. • દૂધીમાં પાણીનું પ્રમાણ ખૂબ જ આવેલું હોવાથી વોટર રિટેન્શનનો પ્રોબ્લેમ હોય તેવા દર્દી માટે ફાયદાકારક છે તો કબજિયાતની તકલીફ વાળા દર્દીઓને પણ ભોજનમાં દૂધી શાક અથવા દૂધીનો જ્યૂસ લેવાથી ફાયદો થાય છે. • યુરિનની તકલીફવાળા - ખાસ કરીને યુરિનમાં થતી બળતરા અને વારંવાર ઇન્ફેકશન થતું હોય તેવા દર્દીઓ માટે તો દૂધીનો જ્યૂસ અકસીર છે. તે આલ્કલાઇન મિક્સચર તરીકે કામ કરીને હાઈ એસિડિક યુરિનના દર્દીઓને રાહત આપે છે. • લીવરના દર્દીઓને પાચનની તકલીફ હોય ત્યારે દૂધી પચવામાં હલકી હોવાથી લેવાથી ફાયદો થાય છે. • ઝડપથી ધોળા થઈ જતા વાળની તકલીફ હોય તો દૂધીનો રસ સવારે નયણા કોઠે લેવાથી ફાયદો થાય છે. દૂધી વાળને કાળા રાખવામાં મદદરૂપ થાય છે. • દૂધીથી પેટના દર્દ, એસિડિટી, અલ્સર, નર્વ સિસ્ટમના રોગો અને વાઈ જેવા રોગો દૂર રાખે છે. • ઉનાળામાં ચક્કર આવી જવાં કે ખૂબ ગરમી લાગે ત્યારે દૂધીનો જ્યૂસ પીવાથી ફાયદો થાય છે. • દૂધી વજન ઉતારવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. તેમાં કેલરી ઓછી છે અને તેના ગુણ અપાર છે.
દૂધીમાંથી બનતી વાનગીઓ
• મલાઈ વગરના દૂધમાં છીણેલી દૂધી નાંખીને ઉકાળવી. તેમાં ખૂબ ઓછી ખાંડ નાખીને વાપરવાથી ખીર જેવી લાગે છે. તે ઉપવાસમાં પણ ખાઈ શકાય છે. • દૂધીને ચારણી ઉપર બાફી ઠંડી કરો. દહીંમાં નાંખીને રાયતું બનાવીને કે શાકની જેમ ખાઈ શકાય છે. • તેનો રસ કાઢી (છાલ સાથે છીણવી), લીંબુ નાખીને સવારે પીવાથી એસિડીટી, યુરિનની તકલીફમાંથી મુક્ત મળે છે. હાઇ કોલેસ્ટ્રોલના દર્દીને ફાયદો થાય છે.