હેલ્થ ટિપ્સઃ નિરામય દીર્ઘાયુ માટે જીવનશૈલી બદલો

Wednesday 20th July 2022 05:53 EDT
 
 

પચાસની વય વટાવ્યા બાદ દરેક વડીલો ઇચ્છે છે કે તેઓ હેલ્ધી અને ફિટ રહે. જોકે મોટા ભાગના વડીલોને ઘડપણમાં કોઇને કોઇ બીમારી થતી જ હોય છે. લાંબા આયુષ્ય સુધી તંદુરસ્ત રહેવા માટે તમારે હેલ્ધી લાઇફસ્ટાઇલને ફોલો કરવી ખૂબ જરૂરી છે. જીવનમાં સ્ટ્રેસ લેવો નહીં. હંમેશા હસતાં રહો અને જીવનમાં દરેક પડાવને હસતાં હસતાં પસાર કરો. આ બધું જ સારી અને હેલ્ધી આદતો પર નિર્ભર કરે છે. લાંબા આયુષ્ય સુધી તંદુરસ્ત રહેવા માટે જીવનશૈલીમાં કેટલાક પરિવર્તન લાવવા જરૂરી છે. જેમ કે,
• હેલ્ધી ડાયટ લો...
ઘડપણમાં સ્વસ્થ રહેલા માટે ન્યુટ્રિઅન્ટ્સથી ભરપૂર આહારને ડાયટમાં સામેલ કરો. આ માટે તમે ડાયટમાં ડેરી પ્રોડક્ટ, ફળો અને ડ્રાયફ્રૂટ્સનો સમાવેશ કરી શકો છે. આ ખાદ્ય પદાર્થોમાં ભરપૂર પ્રમાણમાં પોષતત્ત્વો રહેલા હોય છે. જે શરીરના અંગોને સ્વસ્થ રાખે છે.
• કૂણા તડકામાં બેસવું...
વહેલી સવારે જ્યારે પણ મોકો મળી જાય ત્યારે ત્યારે કૃણા તડકામાં બેસવાના અઢળક ફાયદા છે. સવારના કૂણા તડકામાં બેસવાથી વિટામીન-ડી મળે છે. હાડકાં. દાંત સહિત શરીરના અંદરના અંગો માટે આ ખૂબ ફાયદાકારક છે. ઘડપણમાં તમે હાડકાં સંબંધિત બીમારીઓની બચવા માગતા હો તો વિટામીન-ડી શરીર માટે જરૂરી છે અને વિટામીન-ડી સવારના કૃણા તડકામાં મળી રહે છે. રોજ વહેલી સવારના કૂણા તડકામાં અડધો કલાક બેસવાથી ઘણો ફાયદો
થાય છે.
• ફિઝિકલ એક્ટિવિટી જરૂરી...
ફિઝિકલ એક્ટિવ નહીં રહેવાથી વજન વધતું જાય છે. શરીર જકડાઇ જાય છે. તેમજ સ્નાયુઓ અને હાડકાં પણ નબળાં પડતા જાય છે. આ ઉપરાંત બ્લડ સર્ક્યૂલેશન પણ યોગ્ય રીતે થતું નથી. લાંબા આયુષ્ય માટે રોજના 10 હજાર પગલા ચાલવું જરૂરી છે. જે લોકો જિમિંગ, ઇન્ટેન્સ વર્કઆઉટ નથી કરી શકતા તેમને ફિટ અને એક્ટિવ રહેવા માટે હરતાં-ફરતાં રહેવું જરૂરી છે.
• સ્ટ્રેસને કહો અલવિદા...
તણાવમાં રહેવાથી શરીર પર તેની માઠી અસર પડે છે. તણાવમાં રહેવા પાછળના અનેક કારણો જવાબદાર હોઇ શકે છે. જેમ કે, એકલવાયાપણું. સ્વાસ્થ્ય સંબંધિત બાબત, આર્થિક તંગી તેમજ કેટલાક કામ કરવા સક્ષમ ન હોવાને કારણે તણાવ અનુભવાય છે. આ બધી બાબતોની ચિંતા છોડીને સ્ટ્રેસ એન્ઝાયટીને ઓછી કરવાનો પ્રયત્ન કરો અને આ માટે મેડિટેશન એક સારો વિકલ્પ છે. મેડિટેશન કરવાથી મગજ શાંત રહે છે. અને એનર્જેટિક ફીલ
કરો છો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter