અંજીર એક પૌષ્ટિક સૂકોમેવો છે એ તો સહુ કોઇ જાણે છે, પરંતુ શું તમે જાણો છો કે પલાળેલું અંજીર તો સુપરફૂડ સમાન છે. અંજીર ખાવાથી એટલા બધા ફાયદા થાય છે કે તેના વિશે જાણીને તમે પણ રોજ ડાયેટમાં અંજીરને સામેલ કરી દેશો. સામાન્ય રીતે લોકો બદામ, કાજુ, કિસમિસ વગેરે વધારે ખાતા હોય છે, પણ જો તમે અંજીરને રાત્રે પાણીમાં પલાળીને સવારે તેને આ પાણી સાથે જ ખાઇ જશો તો તેનાથી તમને ગજબના ફાયદા થશે. પલાળેલું અંજીર સવારે ખાવાથી શરીરની નબળાઈ તો દૂર થાય જ છે, પરંતુ આ સિવાય પણ ઘણા ફાયદા થાય છે. જેમ કે...
રિપ્રોડક્ટિવ ઓર્ગન હેલ્ધી રહે છે
પાણીમાં પલાળેલું અંજીર ખાઈને તેનું પાણી પીવાથી રિપ્રોડક્ટિવ ઓર્ગન હેલ્ધી રહે છે. અંજીરમાં એવા ઘણા મિનરલ્સ હોય છે જે રિપ્રોડક્ટિવ હેલ્થને સુધારે છે. પલાળેલું અંજીર ખાઈને તેનું પાણી પીવાથી મેનોપોઝ પછી થતી સમસ્યાઓથી પણ બચાવ થાય છે.
બ્લડશુગર કંટ્રોલમાં રહે છે
અંજીર હાઈ પોટેશિયમ ફૂડ છે, જે બ્લડશુગર લેવલ ઘટાડવામાં મદદ કરે છે. ટાઈપ-ટુ ડાયાબિટીસ હોય તે લોકોએ રાત્રે પાણીમાં અંજીર પલાળી સવારે તે અંજીર ખાઈને દિવસની શરૂઆત કરવી જોઈએ.
કબજિયાત માટે ફાયદાકારક
પલાળેલું અંજીર અને તેનું પાણી પીવાથી કબજિયાતની સમસ્યા ગણતરીના દિવસોમાં દૂર થઈ શકે છે. જો તમને વર્ષોથી કબજિયાતની તકલીફ હોય તો નિયમિત રીતે પલાળેલું અંજીર ખાઇને તેનું પાણી પી જવાનું રાખો. કબજિયાતની તકલીફ થોડા જ દિવસોમાં દૂર થઈ જશે.