ગરમીના દિવસો હોય કે ઠંડીના, શરીરમાં પાણીનું પૂરતું પ્રમાણ જળવાવું જરૂરી છે. ખાસ તો, ઉનાળાની ઋતુમાં જો માથાનો દુખાવો કે પછી ચક્કરનો અનુભવ થતો હોય તો આ સંકેત શરીરમાં પાણીની ઉણપનો હોઈ શકે છે. પૂરતું પાણી ન પીવાથી થાક લાગી શકે છે. માંસપેશીઓ જકડાઈ શકે છે. શરીરમાં પાણીની ઊણપનું અત્યંત સામાન્ય લક્ષણ મોઢું સુકાવું કે યુરિનનો રંગ બદલાવો છે. સામે પક્ષે જો પૂરતું પાણી પીવો છો તો મૂડ સારો રહે છે, મગજ ઝડપથી કામ કરે છે. એકાગ્રતા વધે છે. જો તમે ઓછું પાણી પીઓ છો તો આ રીતો તમારા માટે મદદકર્તા છે.

કાચની રંગહીન બોટલનો ઉપયોગ કરો...
જો પાણી પીવા માટે બોટલનો ઉપયોગ કરો હો તો કાચની રંગહીન બોટલ રાખો. તેનાથી બોટલમાં પાણીનું પ્રમાણ સ્પષ્ટ દેખાય છે, જેનાથી જાણી શકાય કે તમે કેટલું પાણી પીધું છે. રિસર્ચ કહે છે કે, પાણી માટે રંગીન બોટલનો ઉપયોગ કરવાથી અનેક્વાર પાણી પીવાનું ભૂલી જવાય છે.
પાણીમાં બરફ, મોસંબી કે લીંબુની સ્લાઈસ મિલાવો
જો તમને સાદું પાણી સારું લાગતું નથી તો એમાં તમે કેટલાક પ્રયોગ કરી શકો છો. સાદા પાણીના સ્થાને તેમાં બરફના થોડા ટુકડા નાખી દો. અથવા તો લીંબુ, સંતરા કે મોસંબીની સ્લાઈસ કાપીને નાખી શકો છો. આથી પાણીમાં હળવી ફ્લેવર ઉમેરાશે અને પાણી પીવાની ઇચ્છા થશે. આ ઉપરાંત આવા જ બીજા પ્રયોગો કરી શકો છો, જેનાથી પાણીમાં સ્વાદ વધી જાય.
પાણીવાળા ફળ, સૂપ અને શાકભાજી ખાઓ
શરીરને હાઈડ્રેટેડ રાખવા માટે પાણી ઉપરાંત રસદાળ ફળ જેમ કે તરબૂચ, ટેટી, સંતરા, નાસપાતિ વગેરેનું પણ સેવન કરો. કેટલાક ફળમાં તો 90 ટકા સુધી પાણી હોય છે. આ ઉપરાંત સૂપ અને ડેરી ઉત્પાદન પણ શરીરને હાઈટ્રેડ રાખવામાં મદદ કરે છે.