પેટની સમસ્યાનું મુખ્ય કારણ ખાન-પાનની ખોટી આદતો છે. જેમ કે, લાંબો સમય સતત એક જગ્યાએ બેસી રહેવું, મેંદાનું વધારે પડતું સેવન, ગળ્યા ખાદ્ય પદાર્થોનું સેવન વધારે થવું વગેરે... જો તમે પણ કબજિયાતથી પરેશાન છો તો પેટને સરળ રીતે સાફ કરવા માટે ડાયેટમાં થોડા બદલાવ કરો. અમુક વસ્તુને તમારી ડાયેટમાં સામેલ કરો, તમારી સમસ્યા જરૂરથી દૂર થશે.
જો તમે તમારા ડાયેટમાં ઓલિવ ઓઇલ અને ફ્લેક્સ સીડ્સ ઓઈલને સામેલ કરો છો, તો તે આંતરડાંમાં જમા થયેલા વેસ્ટને બહાર કાઢવામાં મદદ કરે છે. આ બંનેમાં કેટલાક ઘટકો એવા પણ હોય છે, જે પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેમાં એન્ટિઓક્સિડન્ટ, એન્ટિબેક્ટેરિયલ, એન્ટિઈન્ફ્લેમેટરી ગુણો ભરપૂર માત્રામાં હોય છે.
તમારા ડાયેટમાં રેસાદાર ફળોને સામેલ કરો છો તો તમારી કબજિયાતની સમસ્યા ઝડપથી દૂર થશે. એટલું જ નહીં, પ્રોબાયોટિક ફૂડ એટલે કે દહીંનું સેવન કરશો તો સ્ટૂલ (મળ)ને સોફ્ટ કરવામાં મદદ મળશે. હાઇ ફાઇબર ફ્રુટ તરીકે તમે ડાયેટમાં કિવી, સફરજન, નાસપતી, દ્રાક્ષ, બ્લેકબેરી, રાસબરી વગેરેને સામેલ કરી શકો છો. જો તમે આ ફ્ળોનું સેવન નિયમિત રીતે કરશો તો તમારું પેટ સાફ થશે સાથે સાથે સ્વાસ્થ્ય પણ સારું રહેશે. પેટની સફાઈ માટે રોજ અનાજનું સેવન કરો. મેંદાની જગ્યાએ મલ્ટિગ્રેન અથવા ઘઉંના લોટનો જ ઉપયોગ કરો. પરિવારના બાળકોથી લઇને વડીલો સુધી તમામની પેટને લગતી સમસ્યા દૂર થશે. તમે તમારા રોજિંદા ખોરાકમાં બ્રોકલીને સામેલ કરશો તો ક્યારેય કબજિયાતની ફરિયાદ નહીં રહે. આ એક એવું શાક છે જેમાં ભરપૂર માત્રામાં ઇનસોલ્યુબલ ફાઇબર હોય છે. તે પેટને સરળતાથી ક્લીન કરે છે અને બોવલ મૂવમેન્ટને રેગ્યુલર રાખે છે. પાચનક્રિયાને સારી રાખે છે અને સરળતાથી કબજિયાતની સમસ્યાને દૂર કરે છે.